પ્રેગ્નન્સીમાં પેટ પર આવતી ખંજવાળથી આ રીતે મેળવો છુટકારો
Pregnancy Itching: દરેક મહિલા માટે પ્રેગ્નન્સી એક સુંદર પળ સમાન છે, પરંતુ પ્રેગ્નેન્સીનો સમય તેની સાથે ઘણી બધા પડકારો સાથે લઈને આવે છે. આવા સમયે મહિલાના શરીરમાં હોર્મોનલ બદલાવ આવે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામને કરવો પડે છે. આ સમય દરમિયાન મોટા ભાગની મહિલાઓ પેટના વિસ્તારની આસપાસ ખંજવાળ થવાની સમસ્યાઓથી હેરાન હોય છે. મહત્વનું છે. પેટનું વજન વધવાના કારણે આ ખંજવાળ થાય છે. તો બીજી તરફ નિષ્ણાતોના મતે મહિલાઓમાં મોટાભાગે આ સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ કેટલીક મહિલાઓને આ ખંજવાળ મેડિકલ પ્રોબ્લમ પણ થઈ શકે છે. જેને તમે હોમ રેમેડીથી ઓછું કરી શકો છો.
ઓટમીલ
ઓટમીલમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. આ ત્વચાને ખંજવાળ અને સોજાથી રાહત આપે છે. તમને જણાવી દઈએ કે ઓટ્સમાં એન્ટી-ઓક્સીડેન્ટ કમ્પાઉન્ડ હોય છે, જે ત્વચાને રાહત આપે છે. આ માટે પાણીના ટબમાં ઓટમીલ મિક્સ કરો. આ બાદ લગભગ 20 મિનિટ સુધી ટબમાં રહો. તેનાથી ખંજવાળની સમસ્યામાં પણ રાહત મળે છે.
આ પણ વાંચો: UAEના BAPS મંદિરમાં આંતરધર્મ કાર્યક્રમ ‘ઓમ્સિય્યત’ની ઉજવણી
નારિયેળનું તેલ
નારિયેળનું તેલ પણ ખંજવાળની સમસ્યાથી રાહત આપી શકે છે. તેમાં રિક એસિડ રહેલું છે. જે એક એન્ટી ઈન્ફ્લેમેન્ટની રીતે કામ કરે છે. નારિયેળના તેલમાં નેચરલી મોઈશચ્યુરાઈઝર હોય છે. જે ડ્રાઈ સ્કિન, એક્ઝિમા અને સોરાયસિસને બંધ કરે છે. જે જગ્યાએ ખંજવાળ આવે છે એ જગ્યા પર કોકોનટ ઓઈલને લગાવીને રાત આખી રાખ્યા બાદ સવારે ધોઈ નાખવું જોઈએ.
લીંબુનો રસ
લીંબુના રસથી પણ ખંજવાળને દુર કરવામાં ફાયદો મળે છે. લીંબુના રસમાં સિટ્રિક એસિડ હોય છે. તેમાં રહેલા નેચરલી એસિડિકના કારણે ચામડી પરનું pH લેવલમાં લાવે છે. લીંબુ પાણીને પાણીમાં મિક્સ કરી પ્રભાવિત વિસ્તારમાં લગાવો. અડધા કલાક બાદ તેને ધોઈ નાખો. જે બાદ ખંજવાળમાં તમને રાહત મળશે. આ ઉપરાંત એલોવેરા જેલને પણ ખંજવાળ વાળી જગ્યાએ લગાવી શકો છો.