December 26, 2024

IPL 2024: શું ગ્લેન મેક્સવેલ SRH સામે રમાનારી મેચમાં હશે?

IPL 2024: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રમાવાની છે. આ પહેલા ગ્લેન મેક્સવેલની ઈજાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ તેના વિશે અપડેટ સામે આવ્યું છે.

એકબીજાનો સામનો કરશે
IPL 2024 ની 30મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને સામને આવશે. આ વચ્ચે RCBના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લી મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. તે RCB ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.

આ પણ વાંચો: MI vs CSK: રોહિત શર્માનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો દુઃખી

ગ્લેન મેક્સવેલની ઈજા પર મોટું અપડેટ
મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન ગ્લેન મેક્સવેલને અંગૂઠામાં ઈજા થઈ હતી. મો બોબટે ગ્લેન મેક્સવેલની ઈજાને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. જેમાં બોબટે કહ્યું કે તે અત્યારે ઠીક છે. તેથી, ઈજાની કોઈ ચિંતા નથી. જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે આગામી મેચમાં તે જોવા મળી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. અત્યાર સુધીમાં RCB 5 મેચમાં હારી ગઈ છે. જેમાં 1 મેચમાં જ જીત પ્રાપ્ત કરી છે. જેના કારણે હવે RCBની ટીમ 10મા સ્થાને છે.