December 23, 2024

ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, હવે આ સેક્ટરમાં વધશે દબદબો

Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પોતાના બિઝનેસને સતત વધારી રહ્યા છે. તે જ દિશામાં તેમણે નવું પગલું ભર્યું છે. ગૌતમ અદાણીએ સિમેન્ટ સેક્ટરમાં પોતાનો દબદબો મજબૂત કરવા પોતાની કંપની અંબુજા સિમેન્ટ અંતર્ગત તમિલનાડુના તુતીકોરિનમાં આવેલા માય હોમ ગ્રુપની સિમેન્ટ ગ્રાઇન્ડર યુનિટને ખરીદશે. આ સૌદો લગભગ 400 કરોડથી પણ વધારેમાં થયો છે.

આ ડીલ 413 કરોડ રૂપિયામાં પૂર્ણ થશે
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ માય હોમ ગ્રુપનું સિમેન્ટ ગ્રાઇન્ડર યુનિટ જે અંબુજા સિમેન્ટ હસ્તગત કરવા જઈ રહ્યું છે. તેની ક્ષમતા 1.5 એમટીપીએ છે. આ યુનિટ અદાણી ગ્રુપની કંપની રૂ. 413.75 કરોડમાં હસ્તગત કરશે. આ ડીલ બાદ અદાણી ગ્રૂપ તમિલનાડુ અને કેરળના માર્કેટમાં તેનો બિઝનેસ વધારવામાં મદદ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિગ્રહણ બાદ કંપની વર્તમાન કર્મચારીઓને જાળવી રાખશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષાથી ચારેયકોર છવાઇ બરફની સફેદ ચાદર

સિમેન્ટ સેક્ટર પર અદાણીનું ખાસ ધ્યાન
તમિલનાડુના તુતીકોરિન બંદરનો આ સિમેન્ટ ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ 61 એકરમાં ફેલાયેલો છે. અદાણી ગ્રુપનું સિમેન્ટ સેક્ટર પર ખાસ ફોકસ છે અને તેથી જ કંપની એક પછી એક ડીલ કરી રહી છે. ગયા વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ દ્વારા સાંઘી સિમેન્ટ્સમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો અને હવે તેણે માય હોમ ગ્રૂપના યુનિટને હસ્તગત કરવાની તૈયારી કરીને આ ક્ષેત્રમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંબુજા આંતરિક સ્ત્રોતોમાંથી એક્વિઝિશન માટે ભંડોળ એકત્ર કરશે.

શેરે એક વર્ષમાં 55% વળતર આપ્યું
આ નવા સોદા પછી અદાણી જૂથની કુલ સિમેન્ટ ક્ષમતા 78.9 MTPA થઈ ગઈ છે અને તે આ ક્ષેત્રની બીજી સૌથી મોટી કંપની છે. અંબુજા સિમેન્ટનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.33 લાખ કરોડ છે અને સોમવારે અંબુજા સિમેન્ટનો શેર રૂ. 608ના સ્તરે બંધ થયો હતો. અદાણીના આ શેરે એક વર્ષમાં તેના રોકાણકારોને 55 ટકાથી વધુ વળતર આપ્યું છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 640 રૂપિયા પ્રતિ શેર છે.