January 18, 2025

ગિફ્ટ સિટી પાસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો

gandhinagar gift city state monitoring cell liquor seized

મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લેવામાં આવી છે. પરંતુ રાજ્યમાંથી અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ત્યારે ગિફ્ટ સિટી નજીક 1.4 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ડભોડા તરફ જતા નાના લવારપુર ગામેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે.

બાતમીને આધારે દરોડા પાડ્યાં
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ મામલે બાતમી મળી હતી. ત્યારબાદ બાતમીને આધારે દરોડા પાડીને ઘરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. સેલની ટીમે કુલ 517 બોટલ જપ્ત કરી લેવામાં આવી છે. આ સાથે જ 7900 અને 5 હજાર રૂપિયાના બે મોબાઇલ પણ કબ્જે કરવામાં આવ્યા છે. 10 લાખના બે વાહન સહિત કુલ 2.18 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બેની અટકાયત, બે ફરાર
આ મામલે આરોપી મનોજભાઈ ઠાકોર અને અજીતભાઈ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનારા લોકેશ અને ઓમકાર મારવાડીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. હાલ પોલીસે રાજસ્થાનથી દારૂ મોકલનારા બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.