May 19, 2024

રત્ન કલાકાર સાથે હનીટ્રેપ; 3 આરોપની ધરપકડ, 4 વોન્ટેડ

surat dabholi diamond worker honeytrap 3 accused arrested 4 wanted

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

સુરતઃ રાજ્યમાં સાયબર ક્રાઇમ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હનીટ્રેપની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના ડભોલીમાં રત્ન કલાકાર સાથે હનીટ્રેપ થયો હોવાની ઘટના સામે આવી છે.

પોલીસે ત્રણની ધરપકડ કરી
મળતી માહિતી પ્રમાણે, રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હતા. ત્યારે રત્ન કલાકારે આ મામલે સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ મામલે પોલીસ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સાત લોકોએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો
રત્ન કલાકારને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપીને બે લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોએ રત્ન કલાકારને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારે રત્ન કલાકારે ડરી જઈને 50 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને 5 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા.

છટકું ગોઠવી આરોપીની ધરપકડ કરી
આ મામલે રત્ન કલાકારે સાયરબ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે છટકું ગોઠવીને આરોપીઓની ધરપકડ કરી હતી. સાયબર પોલીસે ચંદ્રેશ પાંડવ, પત્ની ચંદ્રા અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી છે. આ ઉપરાંત હરેશ, હિતેશ સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

અપહરણ કરી 2 લાખની માગણી કરી
આરોપી રત્ન કલાકારને બંધક બનાવીને વરિયાવ રોડ પર લઈ ગયા હતા. ત્યારબાદ મહિલાના પતિ સહિતના લોકોએ રત્ન કલાકારને બળાત્કારના ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી અને 2 લાખ રૂપિયાની માગણી કરી હતી.