December 25, 2024

આ કાર પર મળશે રૂપિયા 3.15 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ!

અમદાવાદ: શું તમે પણ નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? તમે નવી કારમાં ડિસ્કાઉન્ટ મેળવવા માંગો છો? તો આ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ. 1 લાખ નહીં પરંતુ તમે 3 લાખ કે તેનાથી વધારે ડિસ્કાઉન્ટ આ કાર પર મળી રહ્યું છે. મોટા ભાગની કંપનીઓ માર્ચમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ આ તમામ કંપનીઓ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો ચાલો આપણે જાણીએ કે કે કયા મોડલ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ છે?

માર્ચમાં Hyundai Grand i10 Nios પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં રૂપિયા 43 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, રૂપિયા 10 હજાર સુધીનું એક્સચેન્જ, 3 હજાર સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મારુતિ ગ્રાન્ડ વિટારાના 2024 મોડલ પર પણ તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે. જો તમે તેને ખરીદી કરવા માંગો છો તો તમારી પાસે 87 હજાર સુધીની બચત કરવાની તક મળી રહી છે. આ કારમાં રૂપિયા 30 હજાર સુધીનું ગ્રાહક ડિસ્કાઉન્ટ રૂપિયા 7 હજાર સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. વિગતો પ્રમાણે આ ઓફર આ મહિના સુધી જ રહેશે.

હોન્ડા સિટીના મોડલ પર રૂપિયા 30 હજાર સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. જેમાં રૂપિયા 6 હજાર સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. રૂપિયા 8 હજાર સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂપિયા 4 હજાર સુધીનું લોયલ્ટી બોનસ તમને મળશે. આ ઓફરમાં તમે હોન્ડા સિટી કાર ખરીદી કરી શકો છો.

ટાટા મોટર્સની કાર મોટા ભાગના લોકોને પંસદ આવે છે. ત્યારે ટાટા મોટર્સની લોકપ્રિય કાર Tata Nexon EV MAX પર 3 લાખ 15 હજાર રૂપિયા સુધીની બચત કરવાની ઉત્તમ તક તમને મળી રહી છે. આ ઓફરના કારણે તમારા બજેટની સમતુલા થઈ જશે અને તમે આ કારની ખરીદી કરી શકો છો.આ કારમાં તમને 50 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 2.65 લાખ રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે.