January 24, 2025

UPSC જ નહીં સમાજ માટે પણ છેતરપિંડી… દિલ્હી HCએ ફગાવી પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી

Delhi: દિલ્હી હાઈકોર્ટે બરતરફ ટ્રેની IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે પૂજા ખેડકર દ્વારા જે પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે તે માત્ર તે સંસ્થા (UPSC) સાથે છેતરપિંડી નથી પરંતુ સમગ્ર સમાજ સાથે છેતરપિંડી છે. તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે અને ખેડકરને આપવામાં આવેલ વચગાળાનું રક્ષણ રદ કરવામાં આવે છે.

પૂજા પર સિવિલ સર્વિસ એક્ઝામમાં છેતરપિંડી કરવાનો અને OBC અને ડિસેબિલિટી ક્વોટાના લાભો મેળવવામાં છેતરપિંડી કરવાનો આરોપ છે. આ આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. યુપીએસસીએ તેમની ઉમેદવારી રદ કરી હતી. તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

યુપીએસસીએ 31 જુલાઈએ તેમની ઉમેદવારી રદ કરી હતી. આ સાથે તેને ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા પર પણ રોક લગાવવામાં આવી હતી. ખેડકર તેના પર લાગેલા તમામ આરોપોને નકારી રહી છે. 1 ઓગસ્ટના રોજ દિલ્હીની કોર્ટે ખેડકરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તેમની સામે ગંભીર આરોપો છે, જેની સંપૂર્ણ તપાસની જરૂર છે. આ પછી ખેડકરે નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.

આ પણ વાંચો: ભૂખમરા-ગરીબીથી પરેશાન નાઈજિરિયા… કપડાં-જમવાનું લેવા થયેલી નાસભાગમાં 64નાં મોત