January 14, 2025

Kuwait Fire Mangaf: 53થી વધુ લોકોના મોત, Kuwaitના નાયબ PMએ આપ્યા તપાસના આદેશ

Kuwait: કુવૈતના દક્ષિણ મંગાફમાં એક ઈમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં 53થી વધુ લોકોના મોત થયા હતા. આગમાં માર્યા ગયેલા લોકોમાં 5 ભારતીયો હોવાનું સામે આવ્યું છે. જેઓ કેરળના હોવાનું કહેવાય છે.  કુવૈતી મીડિયા અનુસાર આગ બુધવાર સવારે લાગી હતી. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર તમામ ઘાયલોને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે તબીબી ટીમો ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

આગ મામલે કુવૈતના નાયબ PMએ આપ્યા તપાસના આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આગની ઘટનામાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.  નાયબ વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાને આપ્યા તપાસના આદેશ આપ્યા છે.  ગૃહ પ્રધાન શેખ ફહદ યુસુફ સઉદ અલ-સબાહે ફાયર સાઇટના નિરીક્ષણ કર્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સીડેન્ટ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે આગની ઘટનાના સમાચારથી તે ખૂબ જ આઘાતમાં છે. ત્યાં 40 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે આગળ લખ્યું કે દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.

બિલ્ડિંગમાં મોટાભાગના કામદારો રહે છે
અહેવાલો અનુસાર, બુધવારે સવારે 4:30 વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોયા પછી તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકો બળી જવાથી અને ધુમાડો શ્વાસમાં લેવાથી મૃત્યુ પામ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં લગભગ 195 મજૂરો રહે છે. તેની માલિકી મલયાલી બિઝનેસમેન કેજી અબ્રાહમ પાસે છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાના અહેવાલ છે.