May 11, 2024

IT – ઓટોમાં સારી ખરીદી, તેજીની સાથે બજાર થયું બંધ

Stock Market: સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજાર ઘણું શાનદાર રહ્યું છે. ઓટો, આઈટી અને ફાર્માના શેરમાં જોરદાર ખરીદારીના કારણે બજાર તેજીમાં રહ્યું છે. નિફ્ટી એક વખત ફરી 22000નો આંકડો પાર કરી ચૂક્યું છે. આજનો કારોબાર પુરો થતા બીએસઈ સેન્સેક્સ 376 અંકના વધારા સાથે 72,426 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 130 અંકના વધારા સાથે 22,040 પર બંધ થયો છે.

બજારના માર્કેટ વેલ્યૂમાં વધારો
શેર બજારમાં જોરદાર તેજીના કારણે માર્કેટ કૈપિટલાઈજેશનમાં વધારો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ 389.41 લાખ કરોડ રૂપિયા પર બંધ થયો છે. જે ગત સત્રમાં 387.35 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. આજના સત્રથી રોકાણકારોની સંપતિમાં 2.06 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

આજના ટ્રેડમાં આઈટી, ઓટો, ફાર્મા, બેંકિંગ એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, કઝ્યુમર ડ્યૂરેબલ્સ, હેલ્થ કેરના સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. જ્યારે ઓયલ અન્ડ ગેસ, અનર્જી સ્ટોક્સમાં ઘટાળો થયો હતો. આજના સેશનમાં એક વખત ફરી મિડ કૈપ અને સ્મોલ કૈપ શેયર તેજીની સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરમાંથી 20 સ્ટોક્સ તેજીની સાથે જ્યારે 10 ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરમાં 38 શેર તેજી સાથે જ્યારે 12 શેર ઘટાડા સાથે બંધ થયા છે.