January 18, 2025

‘વેલકમ ટુ ધ જંગલ’માં થઈ આ અભિનેત્રીની એન્ટ્રી

અમદાવાદ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ ફરીદા જલાલ ફરી એક વખત રૂપેરી પરદે પરત ફરી રહી છે. 6 દશકથી બોલિવૂડ ફિલ્મમાં ક્યારેક મા, બહેન, સાસુ અને ભાભી બનીને દર્શકો પર રાજ કરનાર ફરીદા જલાલ હવે વેલકમ ટુ ધ જંગલમાં કોમેડી કરતી જોવા મળશે.

એક રિપોર્ટ અનુસાર ફરીદા હાલમાં મુંબઈમાં આ કોમેડી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેમની ઉંમરને કારણે ફરીદા આ દિવસોમાં ઓછા પ્રોજેક્ટ્સ કરે છે કારણ કે હવે તે તેઓ કેટલાક ખાસ પસંદગીના પ્રોજક્ટ જ કરી રહ્યા છે. જ્યારે તેમણે ‘વેલકમ ટુ ધ જંગલ’ની સ્ક્રિપ્ટ સાંભળી, ત્યારે તેઓ સંમત થઈ. આ ફિલ્મ એક ફેમિલી ફિલ્મ છે. તે હંમેશા આવી ફિલ્મોમાં અભિનય કરવા માંગે છે જે લોકો તેમના સમગ્ર પરિવાર સાથે જોઈ શકે. ‘કભી ખુશી કભી ગમ’ (2001) અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’ (2018) વગેરે જેવી ફિલ્મોમાં તમે તેમને જોઈ શકો છો.

આ પણ વાંચો: દેશભક્તિના રંગમાં રંગાયા અક્ષય અને ટાઈગર, જૉર્ડનના દરિયા કિનારેથી શેર કર્યો વીડિયો

‘વેલકમ ટુ ધ જંગલ’ને અહેમદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કલાકારોની ઉત્તમ કાસ્ટ છે. અક્ષય કુમાર, પરેશ રાવલ, શ્રેયસ તલપડે અને જોની લીવર ઉપરાંત રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ અને દિશા પટણી પણ જોવા મળશે. ‘વેલકમ ટુ ધ જંગલ’ એ ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો હપ્તો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. બંનેએ ઘણી કમાણી કરી હતી. હવે આ ત્રીજો ભાગ બોક્સ ઓફિસ પર કેવો કારોબાર કરે છે. એતો જોવાનું રહ્યું.