થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 15 લોકોના મોત
થાઈલેન્ડ: આજના સમયમાં વિસ્ફોટ સામાન્ય બની ગયો હોય તેમ થોડા દિવસે બનાવ સામે આવી રહ્યા છે. પરંતુ વારંવાર વિસ્ફોટના કારણે લોકોના મોત થવા તે વાત સામાન્ય ના કહી શકાય. ત્યારે ફરી એક વખત એવો જ બનાવ સામે આવ્યો છે. થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. બુધવારે તારીખ 17-1-2024ના થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી હતી. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ મોતના આંકડામાં વધારો થઈ શકે છે. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે.
પોલીસે આપી માહિતી
સ્થાનિક પોલીસે જણાવ્યું કે હજુ પણ સત્તાવાર મૃત્યુઆંકની તપાસણી કરવામાં આવી રહી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે કેટલા લોકો મૃત્યુ પામ્યા. વધુમાં જણાવ્યું કે વિસ્ફોટ કયા કારણોસર થયો હશે તે અંગે કોઈ સંકેત મળી શક્યા નથી. સ્થાનિક બચાવ સેવા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જે તસવીરોમાં વિશાળ ધુમાડો જોઈ શકાય છે. બીજી બાજુ અહીંયા એ વાત પણ સામાન્ય નથી કે થાઈલેન્ડમાં ફટાકડા અને અન્ય આતશબાજીનું ઉત્પાદન કરતી વર્કશોપમાં વિસ્ફોટ થાય. આવો જ એક બનાવ ગયા વર્ષે સામે આવ્યો હતો. જેમાં દક્ષિણ નારાથિવાટ પ્રાંતના સુંગાઈ કોલોક શહેરમાં ફટાકડાના વેરહાઉસમાં વિસ્ફોટ થતાં દસ લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાચો: ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો
આગનું કારણ
વેરહાઉસમાં ચાલી રહેલા બાંધકામના કામથી વિસ્ફોટ થયો હોવાની સંભાવના છે, જેમાં મેટલ વેલ્ડીંગના સ્પાર્કને કારણે અંદર સંગ્રહિત ફટાકડામાં આગ લાગી અને વિસ્ફોટ થયો હતો. શરૂઆતમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ સ્ટીલ વેલ્ડીંગ દરમિયાન આગ ફાટી નીકળ્યા બાદ થયો હતો. વિસ્ફોટ બાદ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં બજારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં જોવા મળી રહ્યા હતા. જેના કારણે કોઈ ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. ભારે વિસ્ફોટને કારણે ઘણી દુકાન, મકાન અને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ધુમાડાના મોટા ગોટેગોટા પણ જોવા મળ્યા હતા.