January 5, 2025

દરેક કારમાં હોવા જ જોઈએ આ ખાસ 4 ગેજેટ્સ

જો તમે કારના માલિક છો, તો એવો સમય આવશે જ્યારે તમારે કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. જેના વિશે તમે ક્યારેય અનુમાન પણ નહીં કર્યું હોય. આવી સ્થિતિમાં જો તમને મદદ નહીં મળે તો સ્થિતિ વધુ બગડી શકે છે. આથી તમારી સાથે આવી સ્થિતિ ન સર્જાય તે ધ્યાનમાં રાખતા કેટલાક એવા ગેજેટ્સ તમે તમારી કારમાં હંમેશા રાખવા જોઈએ. જે કારના માલિકોને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાંથી બચાવી શકે છે.

ટાયર ઇન્ફ્લેટર

આ પહેલી વસ્તુ છે જે તમારી કારમાં હોવી જોઈએ. તમે લાંબી કે ટૂંકી મુસાફરી પર જઈ રહ્યા હોવ ત્યારે વાહનમાં બેટરી સંચાલિત ટાયર ઇન્ફ્લેટર હોવું મહત્વપૂર્ણ છે. જો જરૂરી હોય તો તમે તમારી કારના ટાયરમાં હવા ભરી શકશો. સરેરાશ ટાયર ઇન્ફ્લેટર તમને રૂ. 2000 થી રૂ. 4000માં મળી જશે.

ડેશબોર્ડ કેમેરા

તમારા વાહનમાં ડેશ કેમરા લગાવવાના ઘણા ફાયદા છે. તેનો પહેલો ફાયદો એ છે કે તમે આખી મુસાફરી કોઈ પણ મહેનત વગર રેકોર્ડ કરી શકો છો. આ ઉપરાંત બીજો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ અકસ્માતના કિસ્સામાં તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. એકંદરે આ એક સુરક્ષા સંબંધિત સુવિધા છે.

મીની એર પ્યુરિફાયર

આજકાલ અનેક કારમાં એર પ્યુરીફાયર પહેલેથી જ ઓફર કરવામાં આવે છે. જો કે તમારી કારમાં એર પ્યુરીફાયર નથી તો તમે બજારમાંથી તમારી કાર માટે યુએસબી સંચાલિત એર પ્યુરીફાયર ઇન્સ્ટોલ કરી શકો છો. જેનો બજાર ભાવ રૂ. 2000 થી રૂ. 5,000નો છે.

હેડ અપ ડિસ્પ્લે

જો તમે કાર ચલાવતી વખતે તમારી ડ્રાઇવિંગ પેટર્નને મોનિટર કરવા માંગતા હો તો તમારે હવે સ્પીડોમીટર જોવાની કે વારંવાર ડિસ્પ્લે કરવાની જરૂર રહેશે નહીં. તમે હવે તમારી કારમાં હેડ અપ ડિસ્પ્લે ઇન્સ્ટોલ કરી શકો છો. આ ડિસ્પ્લે ડેશ બોર્ડ પર લગાવવામાં આવે છે અને તે વાહનની સ્પીડ, માઈલેજ વગેરે દર્શાવે છે. તેની કિંમત 2000 થી 5000 રૂપિયાની વચ્ચે છે.