January 24, 2025

ઇલોન મસ્ક ટૂંક સમયમાં ‘X એવરીથિંગ’ કરશે લોન્ચ

અમદાવાદ: ઇલોન મસ્ક પોતાના પ્લેટફોર્મ X ઉપર હમેંશા અપડેટ લાવતા રહે છે. ફરી એક વખતે X અપડેટ લઈને આવ્યું છે. ઇલોન મસ્ક હવે નવી સુવિધા X ઉપર આવશે. ઇલોન મસ્ક આ એપ થકી તમામ સુવિધા આપવા માંગે છે કે જેના કારણે તમામ લોકો કોઈ પણ કામ માટે માત્ર Xનો ઉપયોગ કરે.

શું કરવામાં આવશે વધારો?
એક માહિતી અનુસાર X પર હાલની મેસેજિંગ સુવિધાને વધુ બહેતર બનાવવામાં આવશે. આ સાથે જ તમને થોડા જ દિવસમાં X પર બેંક બેલેન્સ તપાસવું, વ્યવહારો કરવા અને અન્ય બેંકિંગ કામગીરી પણ કરી શકશો. જે લોકોને શોપિંગ કરવું છે તેના માટે પણ ખરીદી અને વેચાણ જેવા ઓપ્શન પણ મળી રહેશે. આ સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને પણ આ પ્લેટફોર્મ પરથી નોકરી મળી રહેશે. જે લોકોને સમાચાર અને મનોરંજન જોવું ગમે છે તેમના માટે પણ સુવિધા આપવામાં આવશે. આ સાથે ઓડિયો અને વિડિયો કોલ પણ તમે X પરથી કરી શકશો. આ તમામ સુવિધા તમને થોડા જ દિવસમાં X પર મળી રહેશે. જેના કારણે એવું કહી શકાય કે ઇલોન મસ્ક એ વસ્તું પર કામ કરી રહ્યા છે જેના કારણે માર્કેટમાં રહેલી તમામ એપ્સી સામે હરિફાય થશે.

આ પણ વાંચો: WhatsApp લાવ્યું બે નવા આકર્ષક ફીચર્સ!

મહત્વપૂર્ણ મુદ્દાઓ
આ એપ સંપૂર્ણપણે ફ્રી હશે. આ સાથે તમને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ એપ તમને હિન્દી સહિત ઘણી ભાષાઓ મળી રહેશે. આ સાથે ઈલોન મસ્કે દાવો કર્યો છે કે આ એપ આવતાની સાથે દુનિયાને બદલી નાખશે. આ સુવિધા સાથે થોડા જ દિવસમાં X અપડેસ થવાનું છે. ઈલોનનો એવો દાવો છે કે આ એપ એવરીથિંગ એપ બની જશે. આ એપ માર્કેટમાં તમામ એપને તો ટક્કર મરશે. પરતું તેની સાથે લોકોને પણ એક એપ પરથી તમામ માહિતી મળી રહેશે. જેના કારણે લોકોને સરળ રહેશે.