November 19, 2024

Xmail આવી રહ્યું છે, આપશે Gmailને ટક્કર

અમદાવાદ: એલોન મસ્ક હવે ગૂગલ સાથે સ્પર્ધા કરી શકે છે. એક અહેવાલ અનુસાર Gmail નો વૈકલ્પિક Xmail ટૂંક સમયમાં આવી શકે છે. શુક્રવારે મસ્કે ગૂગલને ધમકી આપતા કહ્યું કે એક્સ પ્લેટફોર્મ ટૂંક સમયમાં જીમેલ સર્વિસનો વિકલ્પ આપવા જઈ રહી છે. બસ ટૂંક સમયમાં આ સુવિધા આવી રહી છે.

જીમેલ બંધ કરી રહ્યું છે
ગઈ કાલે એક અહેવાલ વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે Gmail બંધ થઈ જવાનું છે. ત્યારે આ વાતને ખુદ googleએ સ્પષ્ટતા કરી હતી કે Gmail બંધ નહીં થાય. ત્યારે આ વચ્ચે મસ્ક Xmail લાવી રહ્યા છે. 2024 સુધીમાં વૈશ્વિક સ્તરે 1.8 બિલિયન એટલે કે 180 કરોડ થી વધુ લોકો Gmailનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે Gmail એ વિશ્વની સૌથી લોકપ્રિય ઇમેઇલ એપ બની ગઈ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
મસ્કએ થોડા દિવસો પહેલા એક માહિતી શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે મારો વિચાર તમામ એપ બનાવાનો છે જે અત્યારે સુપર હિટ છે. કહેવામાં આવી રહ્યું છે કે XMail એ xAI પર બનાવામાં આવી શકે છે. જો કે એ વાત પણ સત્ય છે કે બિઝનેસ મસ્ક છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે નિષ્ણાત માનવામાં આવે છે. હવે લોકોનું જોવાનું રહ્યું છે માર્કેટમાં XMail આવે છે તો લોકો કોના પર ભરોસો કરે છે. અહિંયા એ વાત પણ ભુલવી ના જોઈએ કે Gmailએ લોકોનો ખુબ ભરોસો જીતી લીધો છે