January 24, 2025

દુનિયાના લીડર્સનો AI અવતાર, મસ્કે મોદીને બતાવ્યાં મલ્ટિકલરમાં

Elon Musk: એલોન મસ્કએ AI ફેશન શોનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો AI જનરેટેડ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ મોટી હસ્તીઓ અલગ-અલગ આઉટફિટ પહેરેલા જોવા મળી રહ્યા છે. મસ્કએ શોને લઈને એક કેપ્શન પણ લખ્યું છે. જેમાં તેમણે લખ્યું કે AI ફેશન શો માટે હાઇ ટાઇમ.

એલોને કર્યો ફની વીડિયો શેર
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયો 1 મિનિટ 23 સેકન્ડનો છે. વીડિયો એટલો ફની છે કે પેટ પકડીને તમે હસવા લાગશો. વીડિયોમાં જોઈ શકાય છે કે મસ્ક રેમ્પ વોક કરે છે તેની સાથે પીએમ મોદી, પુતિન, ઓબામા, ટ્રમ્પ અને ટિમ કૂક જેવી મોટી હસ્તીઓ પણ જોવા મળે છે. આ વીડિયોમાં જેટલી પણ હસ્તીઓ છે તે તમામ રેમ્પ વોક કરી રહ્યા છે.

આ વીડિયો AI જનરેટેડ
મસ્કે જે વીડિયો શેર કર્યો છે તે AI જનરેટેડ છે. આ વિડીયોમાં તમામ મોટી હસ્તીઓ અનોખા પોશાક પહેરેલા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં જે રેમ્પ વોક જે સ્ટેજ પર થઈ રહી છે તે વાસ્તવિક નહીં પણ વર્ચ્યુઅલ સ્ટેજ પર કરવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં મોદીનો જે આઉટફિટ છે તે તો એટલો સરસ છે કે તમામ લોકોનું ધ્યાન તે પોશાક પર જઈ રહ્યું છે. આ વીડિયોમાં મોદી સનશેડ પહેરીને અને સફેદ શૂઝ પહેરીને રેમ્પ પર વોક કરી રહ્યા છે. જો બિડેનને રેમ્પ વોક કરતા બતાવવામાં આવ્યા છે, પરંતુ બિડેન વ્હીલ ચેર પર છે. મસ્કે આ વીડિયોમાં પોતાને તો જબદસ્ત પોશાક સાથે બતાવ્યો છે. મસ્ક જાણે સુપરહીરો હોય તેવી રીતે બતાવવામાં આવ્યો છે.