May 6, 2024

સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીટોડીએ મૂક્યા ઈંડા

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીટોડીએ ચાર ઉભા ઈંડા મૂક્યા. માન્યતા અનુસાર, જો ટીટોડી ઉભા ઇંડા મૂકે તો સારા વરસાદની અપેક્ષા રહે છે. સુરત શહેરમાં ટીટોડીના ઈંડા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જોવા મળતા સારા વરસાદની અપેક્ષા માનવામાં આવે છે. નોંધનીય છે કે, મોટાભાગે ગામડામાં ટીટોડીના ઈંડા જોઈને વરસાદની આગાહી કરવાની પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે. ત્યારે બીજી બાજુ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટીટોડીના ઈંડા જોવા મળતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે અને ચારે ચાર ઉભા ઈંડા મૂક્યા છે તો ખૂબ સારા વરસાદની શક્યતા કહી શકાય. માન્યતા અનુસાર જો ચાર ઈંડામાંથી બે ઈંડા ઊભા હોય અને બે આડા હોય તો બે મહિના સારા વરસાદની તેમજ બે મહિના ઓછા વરસાદની શક્યતા હોય છે.

ફાઇલ ફોટો

ઉલ્લેખનીય છે કે, વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ અલગ અલગ રીતે વરસાદની આગાહી કરવામાં આવે છે. ટીટોડી મોટેભાગે મેદાનોમાં અને સમથળ જમીન પર ઈંડા મૂકે છે. જો ટીટોડી કોઈ ઊંચી (Titodi laid six eggs)જગ્યા કે બિલ્ડીંગની છત પર ઈંડા મૂકે તો સારો વરસાદ થાય તેવું અનુમાન લગાવાય છે. ઉંચી જગ્યાએ 2 ઈંડા મૂકે તો ચોમાસુ માધ્યમ થાય, 4 ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું થાય. 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ થાય તેવું અનુમાન કરવામાં આવે છે.