May 3, 2024

પશ્ચિમ બંગાળમાં ફરી ED ના દરોડા, પાર્થ ચેટર્જીના નજીકના લોકો નિશાને

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત ઈડી એક્શનમાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણમંત્રી અને જેલમાં બંધ ટીએમસીના નેતા પાર્થ ચેટર્જીના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી અનુસાર શિક્ષક ભર્તીમાં ઘટાડાને લઈને કોલકતાના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વનું છેકે, ઈડીની ટીમની સાથે સુરક્ષાદળોના જવાનો સાથે હાજર હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓમાં ભર્તીમાં કથિત રીતે ઘોટાડો થયો છે. જેની તપાસ અંતર્ગત શુક્રવારે એક બિલ્ડરના ઘરે અને તેની ઓફિસ પર દરોડા પડ્યા છે. આ બિલ્ડરને પાર્થ ચેટર્જીના નજીકના માનવામાં આવે છે. આ દરોડામાં બિલ્ડરના ત્રણ ફ્લેટ અને એક ઓફિસની તપાસ કરવામાં આવી છે. જેમાં એક ઘર તો ચેટર્જીના ઘરની એકદમ સામે આવેલું છે.

ઈડી અનુસાર આ ઘાટાળામાં બિલ્ડરની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એવું પણ લાગી રહ્યું છેકે, ઘોટાળામાંથી ભેગા થયેલા પૈસાને અલગ અલગ યોજનાઓમાં વહેંચી દેવામાં આવ્યા છે. જેમાં પાર્થ ચેટર્જીની આ બિલ્ડરે મદદ કરી છે. મહત્વનું છેકે, પાર્થ ચેટર્જીને કેન્દ્રીય એજન્સીએ સરકારી સહાયતા પ્રાપ્ત સ્કુલોમાં ભર્તીમાં કથિત ગેરરીતિના આરોપો વચ્ચે ધરપકડ કરવામાં આવી છે.

ઈડી ઘોટાળા સંબંધિત બિલ્ડર સાથે આ પહેલા પણ બે વખત પુછપરછ કરી ચૂકી છે. અધિકારીએ કહ્યું કે, આ વ્યક્તિ પાસેથી મળેલા દસ્તાવેજો અને બેંકના રિપોર્ટ પરથી એ સ્પષ્ટ થાય છે કે ભર્તી ઘોટાળામાં મોટી માત્રામાં પૈસાની હેરફેર કરવામાં આવી છે. જેમાં મંત્રીજીને બિલ્ડરોનો પુરેપુરો સહયોગ મળ્યો છે. મહત્વનું છેકે, આ પહેલા રાશન ઘોટાળાને લઈને પણ ઈડીનું ઓક્શન જોવા મળ્યું હતું.