January 14, 2025

ભૂકંપના આંચકાથી ફરી ધ્રુજી ઊઠ્યું જાપાન, તીવ્રતા 6.7; સુનામીનું એલર્ટ જાહેર

Japan Earthquake: જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 6.7 હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. EMSC અનુસાર, જાપાનના ક્યુશુમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. EMSCએ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 37 કિલોમીટર (23 માઇલ) હતી.

એમ સમાચાર એજન્સી રોઇટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ને ટાંકીને અહેવાલ આપ્યો કે, સોમવારે જાપાનના ક્યુશુ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, અત્યાર સુધી કોઈ નુકસાન, ઈજા કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ગયા વર્ષે નવેમ્બર મહિનાની શરૂઆતમાં, જાપાનના ઉત્તર-મધ્ય ક્ષેત્ર નોટોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.