કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા
Earthquake: કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકાની 2.6 તીવ્રતાનોંધાઈ હતી. રાપરથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે. નોંધનીય છે કે, વહેલી સવારે 7.19 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ ગીર સોમનાથના તાલાલામાં ભૂંકપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે સાંજે 6.08 કલાકે આંચકો આવ્યો હતો અને કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.
આ પણ વાંચો: ઉદયપુરના રાજવી પરિવારમાં વિવાદને કારણે DMએ જારી કર્યો આદેશ, લગાવ્યા અનેક પ્રતિબંધો