અમદાવાદમાં મચ્છરજન્ય રોગોએ ઉચક્યું માથું, ડેન્ગ્યુના 172 કેસ નોંધાતા હાહાકાર

Ahmedabad: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે આ વચ્ચે હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં કેસોમાં વધારો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે ડેન્ગ્યુના 172 કેસ તો ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થતા લોકો હેરાન પરેશાન છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં કેસોમાં વધારો નોંધાયો છે. નોંધનીય છે કે ડેન્ગ્યુના 172 કેસ નોંધાયા છે તો ચિકનગુનિયાના 12 કેસ નોંધવામાં આવ્યા છે. આ સિવાય ઝાડા – ઊલટીના 146 કેસ સામે આવ્યા છે. કમળાના 113 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: ‘ચીન અમારી જમીન ન લઈ શકે’, અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરીની ખબર કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા
તેમજ અમદાવાદમાં ઝેરી મેલેરિયાના 2, ટાઈફોઈડના 164, કોલેરાનો 1 કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 માસમાં ડેન્ગ્યુના 1208 કેસ નોંધાયા છે. તો છેલ્લા 8 માસમાં ઝાડા – ઊલટીના 8808 કેસ નોંધાયા છે. જોકે, વરસાદી માહોલને કારણે આ રોગના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને લઇને તંત્ર પણ એક્શન મોડમાં છે.