October 13, 2024

ભાદરવી પૂનમ મહામેળામાં યાત્રાધામ અંબાજી મંદિરને મોટી ભેટ

વિક્રમ સરગરા, અંબાજીઃ ગુજરાતની પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે. લાખો કરોડો લોકોને આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો પગપાળા સંઘ લઈને આવતા હોય છે અને ઠેર ઠેર પાણી જમવાની વ્યવસ્થા તેમજ અન્ય સેવાઓ કરતા હોય છે. જેમાં છેલ્લા 3 વર્ષથી આવનારી ભાદરવી પૂનમ મહામેળામાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને આદ્યશક્તિ મહા આરતીનો સંકલન માઈભક્તોના લીધે આદ્યશક્તિ ગરબા ધામ તરફથી અંબાજી માતા ટ્રસ્ટ અને સમર્પિત કરવામાં આવે છે. જેનું વિશાલ શૂટિંગ 4k 3800pixelsમાં રેકોર્ડ થયું જે ભાદરવી પૂનમના મહામેળામાં પ્રસારિત થશે.

ડિજિટલ ઇન્ડિયાના લીધે અંબાજી માતાના ગરબા મોટા સ્ક્રીનમાં પ્રસારણ થશે આ પ્રોગ્રામ નવરાત્રીમાં ચેનલ પર પ્રસારણ થશે. દેશ-વિદેશના ગરબા મંડળ અંબામાના ગરબા નવરાત્રીના પ્રોગ્રામમાં પ્રસારણના લીધે 200 મિનિટનો પ્રોગ્રામ વિનામૂલ્યે થઈ શકશે. નવરાત્રીમાં મા અંબાના 30 ગરબા અને મહાઆરતીનું પ્રસારણ દેશ વિદેશમાં ભારતીય કરી શકશે.

મા અંબાના ગરબા અંબાજી માતાના વહીવટદાર કૌશિકકુમાર મોદીના સહયોગથી પૂરું થયું છે. જેમાં શ્રીમતી પૂજા માળી-ડીસા, તેજલ રાજપૂત-અંબાજી ગરબાના ગાયક આદ્યશક્તિ ગરબા ધામના ફાઉન્ડર પ્રકાશ ચંદ્ર જોશી એડવોકેટના હસ્તે 2006માં ચાચર ચોકમાં શરૂઆત થઈ હતી. પ્રકાશ ચંદ્ર જોશી પ્રધાનમંત્રીના ત્રણ વિદેશ દ્વારા સાથે યાત્રા પણ કરી છે. આદ્યશક્તિ ગરબા ધામ તરફથી 25 લાખના ખર્ચે 30 ગરબા અને 1 મહાઆરતી બનાવીને પદયાત્રિકો માટે મોટા સ્ક્રીનમાં પ્રસારણ થશે.