December 27, 2024

દિલ્હીમાં ઝડપાયો ડ્રગ્સનો 500 કિલોથી વધુનો જથ્થો, કિંમત 2 હજાર કરોડથી વધુ

Drug Racket Busted in Delhi: દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 500 કિલોથી વધુ કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 560 કિલોથી વધુ કોકેઈન મળી આવ્યું છે. જેની કિંમત 2 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. કોકેઈન આટલી માત્રામાં રાજધાનીમાં કેવી રીતે આવ્યું? આ ગેંગના કયા લોકો સાથે કનેક્શન છે?