December 16, 2024

દૂધની જગ્યાએ કાચી હળદરવાળી ચાનું કરો સેવન, થશે આ મોટો ફાયદો

Raw Turmeric: આપણા રસોડામાં હળદર હોવી એ સામાન્ય વાત છે. આ હળદરનો આપણે એક મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ રહેલું છે. આથી તેને એક ઔષધી ગણવામાં આવે છે. હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરેલી છે. આથી ઈમ્યૂનિટી વધારવા માટે તેની પહેલી પસંદગી કરવામાં આવીએ છીએ. તમે કાચી હળદરને પોતાના ડાયટમાં પણ ઉમેરી શકો છો.

કાચી હળદરની ચા
કાચી હળદરનો પૂરેપૂરો ફાયદો મેળવવા માટે તમે તેની ચા બનાવીને પી શકો છો. જેમાં તમને એન્ટી-ઓક્સિડેન્ટ, કર્ક્યુમિન, એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો એકસાથે મળશે. વજન ઘટાડવા દરમિયાન કાચી હળદરની ચા પીવી પણ ફાયદાકારક સાબિત થાય છે. કાચી હળદરની ચા બનાવવા માટે એક કપ પાણી ઉકાળો અને તેમાં કાચી હળદરનો ભૂકો નાખો. આ બાદ જ્યારે હળદરનો રંગ પાણીમાં સંપૂર્ણપણે બદલાઈ જાય એ પછી તેને ગાળીને પીવો.

કાચી હળદરની ચા પીવાના ફાયદા
– કાચી હળદરની ચા પીવી પાચનતંત્ર માટે ફાયદાકારક સાબિત થાય છે. કાચી હળદર પાચન તંત્રમાં ચરબીને તોડીને શરીરને વધુ પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે.
– ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી હળદરની ચા પીવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે તેમના શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે.
– વજન ઘટાડવાની યાત્રામાં કાચી હળદરની ચાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાચી હળદરમાં બર્નિંગ એન્ઝાઇમ જોવા મળે છે. જે પેટમાં રહેલી વધારાની ચરબીને બાળવાનું કામ કરે છે.