May 20, 2024

શું તમને પણ જમ્યા બાદ એસિડિટી થઈ જાય છે?

Acidity Problem: એસિડિટીની સમસ્યા લોકોને ક્યારેકના ક્યારેક તો થાય જ છે. તે પાચનતંત્ર સંબંધિત સામાન્ય સમસ્યા છે. વધારે તેલવાળું અને મસાલાવાળું ભોજન લેવાથી પેટમાં પિત્ત વધવા લાગે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા વધતી જાય છે. જેના કારણે મોટા ઓડકાર અને પેટમાં બળતરા જેવી સમસ્યા પણ થતી હોય છે. હાલની લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ અને વધારે પડતું બહારનું ખાવાના કારણે એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે. યોગ્ય સમય પર નહિં જમવાના કારણે પર પેટ ભારી ભારી થઈ ગયું હોય એવી અનુભૂતિ થાય છે.

બપોરના ભોજન પછી એસિડિટી
લોકોને ઘણીવાર જમ્યા પછી એસિડિટીની સમસ્યા થાય છે. જો તમને પણ જમ્યા પછી એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો તમારા માટે આ સમસ્યાઓ પાછળના કારણોને સમજવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગે ગેસની સમસ્યા લંચ દરમિયાન થયેલી કેટલીક ભૂલોને કારણે થાય છે. ઘણી વખત તમે ખોરાકને મોટા ટુકડા કરીને ખાઓ છો. જેના કારણે તે પેટમાં સરળતાથી પચતું નથી અને એસિડનું ઉત્પાદન વધે છે. તેના કારણે એસિડિટી થઈ શકે છે.

એસિડિટી થવાના કારણો
બપોરે ભોજનની વચ્ચે પાણી પીવાથી પેટના પાચન ઉત્સેચકોને નુકસાન થાય છે. પરિણામે તમને એસિડ રિફ્લક્સની સમસ્યા થવા લાગે છે. શાકભાજી ફાઈબરનો સારો સ્ત્રોત છે. જે પાચન માટે ખૂબ જ જરૂરી છે. બપોરના ભોજનમાં શાકભાજીનું ઓછું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય જમ્યા પછી તરત સૂવાથી પાચનતંત્ર પર પણ અસર પડે છે જેનાથી એસિડિટી વધે છે. એસિડિટીથી બચવા માટે આ સામાન્ય વાતોને ખાસ ધ્યાનમાં રાખો.