January 23, 2025

ગોંડલમાં શ્વાનનો ત્રાસ, 22 લોકોને બનાવ્યા શિકાર

Dog Attack In Gondal: ગોંડલ શહેરમાં ફરી હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 22 થી વધુ લોકોને હડકાયા શ્વાનએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. જુદા જુદા વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા,વૃધ્ધો સહિતના લોકોને બચકા ભર્યા છે. હડકાયા શ્વાનના કારણે ગોંડલના શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ અને રીમોટ સેન્સીંગનો જૂનાગઢમાં પ્રારંભ, 250 જેટલા વૈજ્ઞાનિકો રહ્યા હાજર

સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
છેલ્લા ઘણા સમયથી શ્વાનના કરડવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફરી વાર ગોંડલ શહેરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ઈજાગ્રસ્ત લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હડકાયા શ્વાનના કરડવાના વધતા જતા બનાવો સામે જવાબદાર તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.