December 27, 2024

ગરમીમાં પરસેવાના કારણે મેકઅપ બગડે છે? તો ટ્રાય કરો આ ટિપ્સ

Summer Makeup Tips: ગરમીના સમયે મેકએપને ખુબ જ ટફ ટાસ્ક તરીકે જોવામાં આવે છે. આ ઋતુમાં મેકઅપ કરવો અને તે મેકઅપને મેઈન્ટેઈન રાખવો ખુબ જ ચેલેન્જિંગ રહે છે. ગરમીના સમયે પરસેવો થવાના કારણે લાંબા સમય સુધી મેકઅટ ટકતો નથી અથવા તો સમગ્ર ચહેરા પર ફેલાઈ જાય છે. હાલ માર્કેટમાં વોટર બેસ્ટ અને પાઉડર ઉપલબ્ધ છે. જેના કારણે ગરમીમાં ચહેરા પર મેકઅપ સ્ટેબલ રહે છે. જેમા તમને મેટ ફિનિશ અને ગ્લોઈંગ સ્કિન બંને મળે છે. આ ઉપરાંત પણ આજે કેટલિક ટિપ્સ છે. જેનો ઉપયોગ કરીને તમે આ ગરમીમાં પણ મેકઅપને લાંબા સમય સુધી રાખી શકો છો.

મોઇશ્ચરાઇઝર
ગરમીમાં ચહેરા પર ઓઈલ આવવાના કારણે લોકો મોઈશ્ચરાઇઝર લગાવવાનું છોડી દે છે, પરંતુ તેના કારણે તમારા ચહેરા પર વધારે પસીનો આવે છે. આથી ઉનાળાના સમયમાં પણ વોટર અને જેલ બેઝ વાળા બેસ્ટ મોઇશ્ચરાઇઝર લગાવી શકાય છે.

આ પણ વાંચો:આજે આંબેડકર જયંતિ, જાણો બાબાસાહેબના ઉત્તમ વિચારો

સનસ્ક્રીન
ચામડીને આ ગરમીમાં તડકાથી બચાવવા અને હાઈડ્રેડ રાખવા માટે સનસ્ક્રિન લગાવવું જોઈએ. ધ્યાન રાખો કે સનસ્ક્રિન હંમેશા મેકઅપ પહેલા લગાવવું જોઈએ. આજકાલ બજારમાં સનસ્ક્રીન બેસ્ટ મેકઅપ પણ મળી રહે છે. જેના ઉપયોગથી તમને તડકાથી રાહત મળશે અને તમારો મેકઅપ પણ લાંબા સમય સુધી ટકી રહેશે.

પ્રાઈમર જરૂરી
મેકઅપમાં તમારા સ્કિનના સ્ટેકચરને એકસમાન કરવા માટે પ્રાઈમર ખુબ જ જરૂરી છે. તેનાથી તમારો મેકઅપ લાંબો સમય ચાલશે અને દોષરહિત દેખાશે.

ન્યુડ શેડ્સનો ઉપયોગ
ઉનાળામાં ડાર્ક શેડ્સનો મેકઅપ વધુ હેવી લાગે છે. આવી સ્થિતિમાં ઉનાળામાં મેકઅપમાં હળવા અથવા ન્યુડ શેડ્સનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. પાઉડર બ્લશને બદલે લિક્વિડ અથવા લિપસ્ટિક ટિન્ટ લગાવવું વધુ સારો વિકલ્પ રહેશે.

હળવો મેકઅપ કરો
ઉનાળાની ઋતુમાં ન્યૂનતમ મેકઅપનો ઉપયોગ કરો. હેવી ફાઉન્ડેશન લગાવવાથી તમારા મેકઅપ પર અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ટિન્ટ મોઇશ્ચરાઇઝર અથવા કન્સિલર લગાવી શકો છો. આ તમારા દેખાવને પણ બગાડે નહીં.

(ડિસ્ક્લેમરઃ ઉપરોક્ત જણાવેલા તમામ ઉપાયની ન્યૂઝ કેપિટલ પુષ્ટિ કરતું નથી. ઉપાય કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.)