મોડા ઉઠવાની આદત છે? તો આ બિમારીઓ થઈ શકે
Late Wake Up: હેલ્દી રહેવા માટે જરૂરી છે કે તમે તમારી લાઈફસ્ટાઈલને એક રૂટીનમાં મેઈન્ટેઈન રાખો. હેલ્થ એક્સપર્ટસની વાત માનીએ તો ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આપણે ઘણી બિમારીઓની ઝપેટમાં આવી શકો છો. આ ઉપરાંત સ્ટ્રેસના કારણે પણ બિમારીઓ થવાની સંભઆવના વધી જાય છે. આ બધાની સાથે યોગ્ય માત્રમાં ઉંઘ લેવી પણ ખુબ જ જરૂરી છે. કેટલાક લોકો રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે પણ મોડા ઊઠે છે. તો કેટલાક લોકોને રાત્રે જલ્દી ઉંઘ જ નથી આવતી. એવા લોકો માટે એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, રાતના મોડે સુધા જાગવા વાળા લોકો સવારે મોડા ઉઠે છે. આવા લોકોને પણ અનેક બિમારીઓ થઈ શકે છે.
પાચનની સમસ્યા
જો તમે સવારે મોડા ઉઠો છો તો તમને પાચનની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત એસિડિટી, બ્લોટિંગ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જો આ સમસ્યા વધે છે ચો પાઈલ્યનો ખતરો પણ વધી શરે છે. જો લોકો મોડા ઉઠે છે. તો તેમને પાચન સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે.
ડાયાબિટીસ
હાઈબ્લ્ડ સુગર પણ ખરાબ લાઈફસ્ટાઈલથી જોડાયેલી બિમારી છે. જો તમે મોડેથી ઉંઘસો તો સવારે મોડા ઉઠશો. સવારે મોડા ઉઠવાના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ ઘટી જાય છે. તેના કારણે ભૂખથી જોડાયેલી બિમારીએ પણ થવા લાગે છે. આજ કારણે વજનમાં વધારો અને ડાયબિટીશની શક્યતા વધી જાય છે.
હૃદયરોગ
મોડા ઉઠવાના કારણે લોકોને સવારનો ધીમો તડકો નથી મળી શકતો. આજ કારણે શરીરમાં હોર્મોન્સના લેવલ બગડવા લાગે છે. આજ કારણે બ્લડ પ્રેશરના લેવલ અને ખરાબ કોલેસ્ટ્રેલના સ્તરમાં વધારો થાય છે. તેના કારણે હૃદય સંબંધિત બિમારીઓ પણ વધી જાય છે.