December 23, 2024

લાલુ પટેલને 4થી વાર રિપિટ કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

diu and daman lok sabha seat lalu patel repat for 4th time

નરેન્દ્ર મોદી સાથે લાલુ પટેલ - ફાઇલ તસવીર

અમદાવાદઃ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા શનિવારે સાંજે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજી લોકસભા બેઠકના 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની લોકસભા બેઠક ઉપર સિટીંગ સાંસદ લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

લાલુભાઈ પટેલના નામની જાહેરાત થતા દમણ ભાજપના કાર્યકરો અને લાલુભાઈ પટેલના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. લાલુભાઈ પટેલ ઉપર 4થી વખત BJPએ વિશ્વાસ રાખીને ફરી એક વખત રિપીટ કર્યા છે. લાલુભાઈ પટેલ 2009થી સતત જીતી રહ્યા છે અને ફરી પાછા રિપીટ કરવામાં આવ્યા છે. આગામી લોકસભા બેઠકમાં જંગી બહુમતીએ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 15 વર્ષથી કરેલા વિકાસના કામોને લઈને દમણ ભાજપ કાર્યકારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

દેશની સૌથી નાની લોકસભા બેઠક
દિવ અને દમણ લોકસભા બેઠક દેશની સૌથી નાનો લોકસભા વિસ્તાર ધરાવતી બેઠક છે. આ વિસ્તારમાં માત્ર 1.32 લાખ મતદારો છે. ત્યારે ચોથીવાર દિવ-દમણની બેઠક પરથી લોકસભાના હાલના સાંસદ લાલુ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, લાલુ પટેલ કોળી પટેલ સમાજનું મોટું નામ છે.