January 14, 2025

ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે આ ઉપાય કરો ટ્રાય

Diabetes Prevention Tips: ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય કરતા હોય છે. ત્યારે અમે તમને આજે એ માહિતી આપીશું જેનાથી તમારી ડાયાબિટીસ ર હંમેશા કંટ્રોલમાં રહેશે.

ડાયાબિટીસથી બચવા શું કરવું?

કસરત કરો
જો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે રોજ કસરત કરવાની રહેશે. અથવા જો તમને કસરત કરવાનો સમય મળતો નથી તો તમારે રોજ એક કલાક ચાલવાનું રહેશે. તમારું શરીર જો એક્ટિવ રહેશે તો ડાયાબિટીસ હમેંશા ઓછી રહેશે.

વજનને નિયંત્રણમાં રાખો
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે વજનને હમેંશા નિયંત્રણમાં રાખો. એક રિપોર્ટ પ્રમાણે ડાયાબિટીસનું મુખ્યકારણ મેદસ્વિતા પણ છે. જો તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહેશે તો તમને બીજી કોઈ સમસ્યા નહીં થાય.

આ પણ વાંચો: 90 કરોડનું બજેટ 14 ભાષામાં ફિલ્મ, ભૂલભલૈયાને પણ ટક્કર મારે એવી હોરર મૂવી

બહારનું ખાવાનું ટાળો
જો તમારે ડાયાબિટીસ અને અન્ય રોગોથી બચવું હોય તો સૌથી પહેલા બહારનો ખોરાક ખાવાનું ટાળી દો. ઘરમાં બનાવેલો પૌષ્ટિક ખોરાક લો. સમયસર ભોજન લો અને બને તેટલી પૂરતી ઊંઘ લો.