May 18, 2024

IPLના ઈતિહાસમાં આવું કરનાર ધોની એકમાત્ર કેપ્ટન!

અમદાવાદ: IPL 2024ની શરૂઆત થાય તે પહેલા એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. તેમની જગ્યાએ હવે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપની જવાબદારી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાની કારકિર્દી બનાવી છે. તેઓ હમેંશા તેમના દરેક ખેલાડીને સપોર્ટ કરતા નજરે પડ્યા છે. પરંતુ તેમના નામે એવો ખાસ રેકોર્ડ છે કે જે અત્યાર સુધી કોઈ બનાવી શક્યું નથી.

શાનદાર કેપ્ટન
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નું ટ્રોફી પોતાના નામે કરી હતી. ઈતિહાસમાં ધોની પહેલો એવો ખેલાડી બની ગયો છે કે જેણે પોતાની છેલ્લી મેચ હોય અને ટ્રોફી જીતી હોય. આ પહેલા આવું કોઈએ પણ કર્યું નથી. ધોનીની ગણતરી સફળ કેપ્ટનમાં થાય છે. તેમની ખાસ વાત એ છે કે તે પોતાના ચોંકાવનારા નિર્ણયના કારણે જાણીતા છે. આ સાથે તેઓ ડીઆરએસનો માસ્ટર પણ માનવામાં આવે છે.

કેપ્ટનશિપ કરી
ધોની 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે. અત્યાર સુધી 250 IPL મેચોમાં 5082 રન બનાવ્યા છે જેમાં 24 અડધી સદી સામેલ છે. અત્યાર સુધીમાં તેણે 239 સિક્સ ફટકારી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2010, 2011, 2018, 2021, 2023નો ખિતાબ જીત્યો છે. તે પોતાના શાંત અને ચતુર મગજ માટે જાણીતો છે. ધોનીએ 14 મેચમાં રાઇઝિંગ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ પણ કરી હતી.

પહેલા પણ ફેરફાર
ચેન્નઈ સુપરકિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે નહીં. જોકે આ પહેલી વાર નથી કે તે તેઓ આ જવાબદારીમાંથી નીકળી ગયા હોય. આ પહેલા IPL 2022માં પણ કેપ્ટનશિપમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. જોકે કહેવામાં આવી રહ્યું હતું કે તે પોતાની જવાબદારી સારી રીતે સંભાળી શકતો ના હતો. જેના કારણે તે સમયે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે તેણે સીઝનની વચ્ચે જ ટીમ છોડી દીધી હતી અને રાજીનામું આપી દીધું હતું.