February 28, 2025

ગુજરાતી કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી

Devayat Khavad: ગુજરાતી કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ચાંગોદર પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી છે. પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે.ભગવતસિંહ ચૌહાણ સહિતના લોકો સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે. દેવાયત ખવડ સામે ડાયરાના રૂપિયા 8 લાખ લઈ પ્રોગ્રામમાં હાજર ન રહેવા બદલ છેતરપિંડીની ફરિયાદ કરાઈ. દેવાયત ખવડે પોતાની કારમાં તોડફોડ અને રોકડ રકમની લૂંટના આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો: દલખાણીયા રેન્જમાં બે વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, પોલીસ ઘટના સ્થળે

શું હતો બનાવ
થોડા દિવસો પહેલા રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. જેને લઈને દેવાયત ખવડે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો વાતો કરી રહ્યા છે કે બે જગ્યાએ ડાયરા લઈ એક જગ્યાએ હાજરી ન આપી પણ આ વાત ખોટી છે. સનાથલના ડાયરામાં 8થી 9.30 વાગ્યા સુધી હાજરી આપી હતી. આયોજકની રજા લઈને બીજા પ્રોગ્રામમાં ગયો હતો. પ્રોગ્રામ માટે કોઈ પૈસા નહોતા લીધા અને મને ખબર છે કે ક્યાં પૈસા લેવા ન ક્યાં ન લેવા.