January 22, 2025

દેત્રોજ : ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ICDS ભવનનું લોકાર્પણ

દેત્રોજ: આજે દેત્રોજ અને માંડલ તાલુકાને આરોગ્ય ક્ષેત્રે અનેક વિકાસના કામો મળ્યા. આજે દેત્રોજ તાલુકાના રામપુરા ખાતે રૂપિયા ૧૮.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક એમ્બ્યુલન્સ અને દેત્રોજ મુકામે રૂપિયા ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ICDS ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કાંઝ ગામે રૂપિયા ૩૫ લાખના ખર્ચે નવું સબ સેન્ટરનું બનવાનું જેનું ભૂમિ પુજન કરવામાં આવ્યું.

ત્યારબાદ માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામે પણ રૂપિયા ૧૮.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે વિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાએ વિશેષ હાજરી આપી હતી. ખુબ ટૂંકા ગાળામાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણે વિકાસના કામો થઇ રહ્યા છે.