November 15, 2024

Delhi Metro Phase: કેન્દ્ર સરકારે મેટ્રોના ચોથા તબક્કાને આપી મંજૂરી

Delhi Metro Phase-IV: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના આ વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘આજે બે નવા મેટ્રો કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે, જેના પર 8400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જે લાજપત નગરથી સાકેત જી બ્લોક સુધી લગભગ 8.4 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન હશે. જેમાં આઠ સ્ટેશન હશે. બીજી બાજુ ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ સુધી લગભગ 12.4 કિલોમીટરની મેટ્રો લાઈન હશે. તે માર્ચ 2029 સુધીમાં પૂર્ણ થશે.’ ઇન્દ્રલોક-ઇન્દ્રપ્રસ્થ કોરિડોર લાલ, પીળી, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લુ લાઇન સાથે ગ્રીન લાઇનનું વિસ્તરણ હશે.

કેન્દ્ર અને દિલ્હી સરકારના સહયોગથી મેટ્રોનું નિર્માણ થશે
અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘લાજપત નગરથી સાકેત જી બ્લોક સુધી લગભગ 8.4 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન હશે, તેમાં આઠ સ્ટેશન હશે, જ્યારે ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ સુધી લગભગ 12.4 કિલોમીટરની મેટ્રો લાઈન હશે. વધુમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે બંને કોરિડોરનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 8,399 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જે કેન્દ્ર અને દિલ્હી સરકારો અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીઓ પાસેથી મેળવવામાં આવશે. મેટ્રોની આ બે લાઇન 20.762 કિમીને આવરી લેશે. વધુમાં ઠાકુરે કહ્યું કે આ બે લાઇન પર 8399 કરોડ રૂપિયામાંથી 10547 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને બાકીના 1987 કરોડ રૂપિયા દિલ્હી સરકાર ઉઠાવશે. બીજી બાજુ આ લાઈનો માટે રૂ. 4309 કરોડની લોન લેવામાં આવશે, રૂ. 333 કરોડ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખર્ચવામાં આવશે અને રૂ. 195 કરોડ ખાનગી-સરકારી ભાગીદારી દ્વારા એકત્ર કરવામાં આવશે. હાલમાં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં મેટ્રો નેટવર્ક 427 કિલોમીટર છે, જે આ લાઇનોના નિર્માણ પછી લગભગ 450 કિલોમીટર સુધી વધી જશે.

મેટ્રોનો ફેઝ-4 આ રૂટને જોડશે
ઇન્દ્રલોક-ઇન્દ્રપ્રસ્થ કોરિડોર ગ્રીન લાઇનનું વિસ્તરણ હશે અને તેમાં લાલ, પીળી, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લુ લાઇન સાથે ઇન્ટરચેન્જ હશે અને લાજપત નગર-સાકેત જી બ્લોક કોરિડોર સિલ્વર, મેજેન્ટા, પિંક અને વાયોલેટ લાઇનને જોડશે.