EDએ અરવિંદ કેજરીવાલને 9મી વાર સમન્સ મોકલ્યું!
દિલ્હી: લોકભાની ચૂંટણી તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બીજી બાજૂ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેજરીવાલની મુસીબતો ફરી વાર વધી શકે છે. કારણ કે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું છે. 21 માર્ચે પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે. મહત્વની વાત હવે એ છે કે તેઓ આ વખતે હાજર થશે કે નહીં.
પૂછપરછ માટે સમન્સ
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ કેજરીવાલને 8 વખત સમન્સ મોકલ્યું છે, પરંતુ એક પણ વખત હાજર રહ્યા નથી. ફરી એક વાર તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે હવે તેઓ હાજર થાય છે કે નહી. દિલ્હીના ડેપ્યુટી સીએમ રહેલા મનીષ સિસોદિયા અને કેજરીવાલના નજીકના સંજય સિંહ હાલમાં આ કેસને લઈને જેલમાં છે. એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નવમી વખત સમન્સ પાઠવ્યું છે, પરંતુ તેઓ હાજર થાય છે કે નહીં તે હવે મહત્વની વાત છે. આ પહેલા તેમને 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023, 3 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, , 2 ફેબ્રુઆરી, , 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરીના પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા.
કોર્ટે આપ્યા જામીન
તમને જણાવી દઈએ કે કોર્ટે અરવિંદ કેજરીવાલને રૂપિયા 15,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. મહત્વની વાત એ છે કે આ પહેલા 8 વખત કેજરીવાલને EDએ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તેઓ કોઈ પણ વખત હાજર રહ્યા ના હતા. આજના દિવસે જયારે કેજરીવાલ કોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કેજરીવાલની સાથે તેમના વકીલ પણ પહોંચ્યા હતા. મહત્વની વાત અહિંયા એ કહી શકાય કે લોકસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં આવી રહી છે, આ પહેલા કેજરીવાલને રાહત મળી છે. જોકે, કોર્ટે કલમ 207 હેઠળ વધુ સુનાવણી હાથ ધરી છે.