Mizoramમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 29 થયો, પાંચ હજુ ગાયબ
Mizoram Landslides: મિઝોરમના આઈઝોલમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનમાંથી હજુ પણ મૃતદેહ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. એક માહિતી પ્રમાણે કોલાસિબ જિલ્લામાં તલવાંગ નદીમાંથી 34 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે.
પરિવારજનોએ કરી પુષ્ટિ
એક મહિલા અને તેનો પતિ મંગળવારે આઇઝોલ જિલ્લાના આઇબક ગામમાં ગુમ થયા હતા. ત્યાર બાદ ગઈ કાલે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ મહિલાના મૃતદેહને કવનપુઈ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનોએ તેની ઓળખની પુષ્ટિ કરી છે. હજૂ પણ અન્ય પાંચ ગુમ હોવાના અહેવાલો મળી રહ્યા છે. બચાવ ટીમ હજૂ કાર્ય કરી રહી છે. રેમલ વાવઝોડાના કારણે વિવિધ સ્થળોએ કાટમાળ નીચે લોકો દટાય ગયા હતા. IMD દ્વારા જારી કરાયેલ હવામાનને લઈને ગંભીર ચેતવણીને ધ્યાનમાં રાખીને, મિઝોરમ સરકારે બુધવારે તમામ કચેરીઓ અને PSU એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, લોકોએ EVM લૂંટી તળાવમાં ફેંક્યા
સરકારે કરી સહાય
અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે જે મૃતકો છે તેમાં 21 સ્થાનિક લોકો હતા. 8 હતા તે આસામ અને ઝારખંડના હતા. લાલદુહોમાએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપી છે. તેમણે કહ્યું કે રેમલ વાવાઝોડાને કારણે આપત્તિઓનો સામનો કરવા માટે સરકારે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મહત્વની વાત એ છે કે હજૂ પણ ઘણા લોકો ગુમ છે. મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. પરંતુ આ આંકડામાં હજુ વધારો થઈ શકે છે.