January 23, 2025

‘દંગલ’ ફેમ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

Dangal Child Artist: બોલિવૂડની સક્સેસફૂલ ફિલ્મ ‘દંગલ’માં બબિતા કુમારીનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. તેનું ફરીદાબાદમાં AIIMS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. એક્ટ્રેસના નિધનના કારણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુઃખનું મોજુ ફરી વળ્યું છે. મહત્વનું છે કે, સુહાનીને ફિલ્મ દંગલથી ખુબ જ પોપ્યુલારિટી મળી હતી અને તેની ચુલબુલી એક્ટિગના કારણે લોકોને પણ તેને ખુબ ઈમ્પ્રેસ કર્યા હતા.

અચાનક થયુ નિધન
મીડિયા રીપોર્ટ અનુસાર, એક્ટ્રેસનું થોડા સમયે પહેલા એમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેના પગમાં ફ્રેકચર થયું હતું. જેની સારવાર ચાલી રહી હતી. જેની દવાઓનું રીએક્શન પણ એક્ટ્રેસને થયું હતું. આ રીએક્શનમાં સુહાનીના પગમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારબાદ આજે મોતના સમાચાર મળ્યા છે. સેક્ટર 15 ફરીદાબાદના અજરૌંદા શમશાનમાં એક્ટ્રેસને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો છે.

એક ફિલ્મથી થઈ પોપ્યુલર
એક્ટ્રેસ 11 વર્ષની ઉંમરે આમિર ખાનની ફિલ્મ દંગલમાં બબિતા ફોગટના રોલમાં જોવા મળી હતી. એ રોલમાં તેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. સુહાની ફિલ્મનું સોંગ ‘બાપુ સેહત કે લિયે તુ તો હાનિકારક હે’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બબિતા ફોગટનો યુવાવસ્થાનો રોલ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ પ્લે કર્યો હતો. ફિલ્મ બાદ સુહાની લાઈમલાઈટથી બહુ દૂર રહી છે. નવેમ્બર 2021 પછી તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી.