May 3, 2024

લોકસભા ચૂંટણી પહેલા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો!

અમદાવાદ: સામાન્ય લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હવે જીવન પ્રસાર કરવું પણ મુશ્કેલ બની ગયું છે. સરકારના વાયદાઓમાં કોઈ રાહત માત્ર ચૂંટણી પૂરતી જ હોય તેમ દિવસે દિવસે તમામ જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ લોકસભાની ચૂંટણી 2024 પહેલા સિલિન્ડર 25 રૂપિયા મોંઘું થયું છે.

ભાવમાં વધારો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે એટલે કે 1 માર્ચના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ભોળી અને નિર્દોષ જનતાને મોટો ઝટકો લાગ્યો છે. નવી કિંમત આજથી જ લાગુ કરી દેવામાં આવી છે. જોકે સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જો આવી જ રીતે ભાવમાં વધારો થતો રહેશે તો સામાન્ય લોકો દિવસે દિવસે વધારે ગરીબ થતા જશે.

આ દરે મળે છે સિલિન્ડર
મહત્વની વાત એ છે કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ ગયા મહિને ફેબ્રુઆરીમાં ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. છેલ્લે ભાવમાં ફેરફાર 30 ઓગસ્ટના કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. મુંબઈમાં તે રૂપિયા 902.50 છે. જ્યારે કોલકાતામાં તે 929 રૂપિયામાં અને ચેન્નાઈમાં તે 918.50 રૂપિયામાં હાલ મળી રહ્યો છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2024ની શરૂઆતમાં થયા ભાવમાં ફેરફાર પ્રમાણે 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 120.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.