December 19, 2024

ફોન પર ભૂલથી થયા પૈસા જમા, થઈ જાવ સાવધાન!

અમદાવાદ: છેતરપિંડી થવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. કેટલીક એવી પણ ભૂલો તમે કરો છો જેના કારણે તમારે પછી ભોગવવાનો વારો આવે છે. આજે અમે તમને કહીશું તે કરવાની શરૂઆત આજથી જ કરશો તો તમે છેતરપિંડીથી બચી શકશો. આજના સમયમાં છેતરપિંડી કરનારાઓ નવી નવી યુક્તિઓ શોધી રહ્યા છે. જેના કારણે તમારા ખાતામાં કોઈ પૈસા આવે છે તો તમારે ખુશ થવાની જરૂર નથી. તમે છેતરપિંડીના શિકાર થઈ શકો છો.

ઓનલાઈન સ્કેમ્સથી પરેશાન
સમગ્ર વિશ્વમાં લોકો ઓનલાઈન સ્કેમ્સથી હેરાન થઈ રહ્યા છે. લોકોને છેતરવાના નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જો તમારા ખાતામાં પૈસા અચાનક આવ્યા છે. તો તમારે ખુશ થવાની જરૂર નથી. તમારા ખાતામાં પૈસા મોકલીને છેતરપિંડી થઈ શકે છે. પૈસા મોકલીને તેની અસલી રમત શરૂ થાય છે.

આ રાખો ધ્યાન
છેતરપિંડી કરનારાઓ એવી રીતે જાળ બિછાવે છે કે લોકો તેમની વાતમાં આવી જાઈ છે. જેના કારણે સામે વાળો OTP જેવી માહિતી શેર કરવા તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારા ખાતમાં પૈસા આવે છે અથવા કોઈ તમને લિંક શેર કરે છે તો તેને ક્લિક ન કરો. જો તમે એવું કરશો તો તમારા ખાતામાંથી તમામ પૈસા ઉપડી જશે. તમારા UPI PIN, OTP કે પાસવર્ડ કોઈની સાથે શેર કરવા નહીં. જો કોઈ અજાણી વ્યક્તિ તમને કોઈપણ લિંક પર ક્લિક કરીને કોઈપણ વેબસાઈટ પર માહિતી ભરવાનું કહે તો તેવું કયારેય પણ કરવું નહીં. જો તમે તમારા ફોનમાં UPI એપ રાખો છો તો તેને અપડેટ કરવાનું રાખો. એપ માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો જેના કારણે તમારી સાથે કોઈ ફોર્ડ ના થઈ શકે. UPI વ્યવહારો માટે સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરશો નહીં.

સાયબર ફ્રોડ થયા પછી શું કરવું ?
1. તમારાં બેંક કાર્ડસ ડિસેબલ કરવાં
2. બેંકનો સંપર્ક કરવો
3. ભારત સરકારના નેશનલ પોર્ટલ પર ફરિયાદ કરવી
4. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન કે પોલીસનો સંપર્ક કરવો