January 23, 2025

આજે CSK અને PBKS વચ્ચે મહામુકાબલો

IPL 2024 ની ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ આજે છે. આ મેચનું આયોજન ચેન્નાઈમાં થવાનું છે. આ વખતની સિઝનમાં પહેલી વખત બંને મેચ આમને સામને ટકરાશે. IPL 2024ની 49મી મેચ આજે છે.

એકબીજાથી એકદમ અલગ
IPL 2024ની 49મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ આમને સામને ટકરાવાની છે. આ મેચનું આયોજન મેચ 1 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. બંને ટીમ પહેલી વખત આજે આ સિઝનમાં આમને સામને આવવાની છે. આ બંને ટીમની અત્યાર સુધીની સફર એકદમ અલગ રહી છે. CSK પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. PBKS ટીમ ટેબલમાં આઠમા સ્થાન પર છે. બંને ટીમ માટે આજની મેચ ખુબ મહત્વની છે.

કેવું રહ્યું પ્રદર્શન?
બંને ટીમોએ પોતાની પાછલી મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી સારી ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર 78 રનથી હરાવી દીધું હતું. CSKને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું બહુ મુશ્કેલ છે. PBKSએ પોતાની છેલ્લી મેચમાં ઈતિહાસ રચ્યો હતો. આવી સ્થિતિમાં CSK ટીમને હળવાથી લેવી સામે વાળી ટીમ માટે મોટી ભૂલ કહી શકાય. આવો જાણીએ કે કેવી રહેશે આજની મેચ.

આ પણ વાંચો: IPL 2024: ચેન્નાઈ સામેની હાર બાદ SRHના કેપ્ટનનું મોટું નિવેદન

પીચમાંથી મદદ મળવાની આશા
ચેન્નાઈની ટીમ અને પંજાબની ટીમ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. સાંજે 7:30ના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેદાન ધીમી મેચ માટે વર્ષોથી જાણીતું છે. જોકે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને આ સિઝનમાં જેટલી પણ મેચ આ મેદાનમાં રમાણી તમામની બેટિંગ સારી રહી છે. આ મેચમાં સ્પિનરોને પીચમાંથી મદદ મળવાની આશા છે. બેટ્સમેનોનું વર્ચસ્વ રહેવાની અપેક્ષા છે.

બંને ટીમોમાંથી 11 રમવાની સંભાવના છે

પંજાબ કિંગ્સ: સેમ કુરન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, રિલે રૂસો, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા.

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવાન દુબે, સમીર રિઝવી, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, , મુસ્તફિઝુર રહેમાન, રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન)