January 20, 2025

Vodafone Ideaનો આ 84 દિવસનો આ છે સસ્તો પ્લાન

Vodafone Idea: એરટેલ અને જિયોની જેમ વોડાફોન આઈડિયાએ તેના રિચાર્જ પ્લાનનો મોંઘા કરી દીધા છે. વપરાશકર્તાઓને પોતાની સાથે જોડાયેલા રાખવા માટે કંપનીઓ વિવિધ પ્રકારની ઑફરો આપી રહી છે. Vodafone Idea એ યુઝર્સ માટે 84 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. જેમાં યુઝર્સને પ્રતિ દિવસ માત્ર 6 રૂપિયાનો ખર્ચ થાય છે. થોડા જ સમયમાં વોડાફોન આઈડિયા પણ ટૂંક સમયમાં દેશભરમાં 5જી સેવા શરૂ કરવાની છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં નવો વળાંક, ક્રાઇમ બ્રાન્ચે આપી મોટી અપડેટ

84 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન
વોડાફોન આઈડિયા (Vi) પાસે રિચાર્જ મોંઘું હોવા છતાં તેની પાસે ઘણા સસ્તા પ્લાન છે. યુઝર્સને અમર્યાદિત કૉલિંગ, ડેટા સહિતની લાંબી વેલિડિટી પણ તમે તેમાં મેળવી શકે છે. કંપની પાસે 84 દિવસની વેલિડિટીનો પ્લાન છે. આ માટે તમારે રોજના 6 રુપિયા ખર્ચવાના રહેશે. આ પ્લાન 509 રૂપિયાની કિંમતે આવે છે. યુઝર્સને કુલ 1,000 ફ્રી SMSનો લાભ પણ મળે છે. જેમાં તમે અમર્યાદિત મફત કૉલિંગનો લાભ લઈ શકે છે. આ સિવાય તમે 84 દિવસનો પ્લાન પણ તમે કરી શકો છો. જે તમે 859 રૂપિયામાં પણ કરી શકો છો.