સીઆર પાટીલની બાળકોની સાથે નવસારીવાસીઓને સ્વચ્છતા રાખવાની અપીલ
નવસારીઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જિલ્લાના બાળકોને સ્વચ્છતાના સંસ્કાર ગળથૂંથીમાંથી જ મળી રહ્યા હોવાનું કહીને કામગીરીને વખાણી છે.
આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘મને ખૂબ આનંદ છે કે નવસારી જિલ્લાના બાળકોને સ્વચ્છતાનાં સંસ્કાર ગળથૂંથીથી જ મળી રહ્યા છે. ‘સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ સંકલ્પમાં નવસારી જીલ્લાની શાળાઓ પણ જોડાઇ, વિદ્યાર્થીઓમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા સ્વચ્છતાની જાગૃતિ આવે એવા પ્રયાસો પણ કરાયા.’
આ અભિયાનમાં જોડાનારા સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું, તમારા થકી નવસારીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે એનો મને વિશ્વાસ છે. નવસારી જિલ્લાનાં વિદ્યાર્થીઓએ લીધેલી આ પ્રતિજ્ઞા આપણે સૌ પણ લઇએ! અમે પ્રતીજ્ઞા લઇએ છીએ કે અમે સ્વચ્છતા પ્રત્યે સજાગ રહીશું અને એના માટે સમય આપીશું. અમે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરી આ સંકલ્પને ચરિતાર્થ કરીશું. અમે અમારા ઘરનો સૂકો-ભીનો કચરો અલગ કરીને આપીશું, સ્વચ્છતા જાળવીશું. અમે ન તો ગંદકી કરીશું, ન બીજાને કરવા દઇશું. અમે સ્વચ્છતાની આદત કેળવીશું અને કચરો-કચરાપેટીમાં જ નાંખીશું.’