May 17, 2024

ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સમીકરણો બગડ્યાં

અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે તમામ વિપક્ષી દળોના ગઠબંધન INDIA વચ્ચે ટક્કર થાય તેવી સંભાવના હતી, પરંતુ ગુજરાતમાં આ ગઠબંધન કામ નથી રહી રહ્યું તેવું લાગી રહ્યું છે. આપે ગુજરાતની બે બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જે એક સમયે કોંગ્રેસના ગઢ કહેવાતી હતી. આથી એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.

સુરતના વ્યારામાં આપની એક બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય અને આપના ઉમેદવાર ચૈતન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બેઠકમાં કોંગ્રેસને અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે. આપે ભરૂચ અને ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સાથે હવે બારડોલી બેઠક પર પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠનને લઈને યોગ્ય સંકલન કરવામાં નહી આવે તો આપ પાર્ટી ત્રીજા ઉમેદવારની જાહેરાત પણ કરી શકે છે.ધારાસભ્યોને બનાવ્યા ઉમેદવાર
કેન્દ્રના INDIA ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ પાર્ટી બંન્ને સાથે ચૂંટણી લડવાનું નક્કી કહ્યું છે. તેમ છતાં પંજાબ અને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આપ પાર્ટીએ થોડા દિવસ પહેલા જ ગુજરાતની ભરૂચ બેઠક પરથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની જાહેરાત કરવામાં આવી છે.