January 24, 2025

કોંગ્રેસે હરિયાણા માટે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી, વિનેશ ફોગટને જુલાનાથી ટિકિટ મળી

Haryana Assembly Elections: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં પોતાના 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે શુક્રવારે જ પાર્ટીમાં સામેલ થયેલી રેસલર વિનેશ ફોગાટને જીંદની જુલાના વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે, આજે સવારે જ ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાય હતા. હવે પાર્ટીએ કુસ્તીબાજ વિનેશ ફોગટને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉતારી છે.

ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે
કોંગ્રેસ પહેલા ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ભાજપે લાડવા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને ટિકિટ આપી છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 8 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.