કમલનાથના નજીકના સાથી સૈયદ સહિત 65 નેતાઓ ભાજપમાં જોડાયા
Syed Jaffer Join BJP: મધ્યપ્રદેશમાં નેતાઓની કોંગ્રેસ છોડવાની પ્રક્રિયા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. સોમવારે પૂર્વ સીએમ કમલનાથના નજીકના સહયોગી કોંગ્રેસના પ્રવક્તા સૈયદ જાફર સહિત છિંદવાડાના 64 નેતાઓ ભાજપમાં જોડાયા હતા.કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓનું મુખ્યમંત્રી મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું.
કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપ્યું
મુખ્યમંત્રી ડૉય મોહન યાદવ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ વિષ્ણુદત્ત શર્માં, પાર્ટીના લોકસભા ચૂંટણીના સહ-પ્રભારી સતીષ ઉપાધ્યાય અને નવી જોઇનિંગ ટીમના પ્રદેશ કન્વીનર ડૉ. નરોત્તમ મીશ્રા સમક્ષ પ્રદેશ કાર્યાલય સોમવારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા સૈયદ જાફર, પથરિયાના વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિનેશ શ્રીધર, કોંગ્રેસ મહાસચિવ ડો.મનીષા દુબે, રતલામ જિલ્લા પંચાયતના સભ્ય સંતોષ પાલીવાલ, બસપાના પ્રદેશ પ્રભારી અને પ્રદેશ મહામંત્રી ડો.રામસખા વર્મા, પૂર્વ પ્રચારક અભયરાજ સિંહ, મધ્યપ્રદેશ આઈટી સેલ રતલામના મહામંત્રી અંકિત પોરવાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ડો. વિરેન્દ્ર નાયમા, આલોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સુરેશ ડાગી, બ્લોક કોંગ્રેસ પ્રમુખ દિનેશ મૈનુખેડી, બ્લોક પ્રમુખ દુર્ગાલાલ અટોલિયા, એનએસયુઆઈ જિલ્લા પ્રભારી ગોપાલ સિસોદિયા સહિત 64થી વધુ જિલ્લા સભ્યો, સરપંચો, પૂર્વ સરપંચો, કોંગ્રેસના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે પાર્ટીનું સભ્યપદ લીધું.
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કેસરીયો કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિંતામણિ માલવિયા, રાજ્યના મહાસચિવ અને ધારાસભ્ય ભગવાનદાસ સબનાની, રાજ્યના મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલ અને છિંદવાડા લોકસભાના ઉમેદવાર વિવેક બંટી સાહુ હાજર હતા.
મુસ્લિમ લીગ અને કેજરીવાલ જેવા નેતાઓ CAAને લઈને ભ્રમણા ફેલાવી રહ્યા છે
નોંધનીય છે કે અગાઉ આ પહેલા મુસ્લિમ લીગ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર CAAને લઈને ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સૈયદ જાફરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મુસ્લિમ લીગ ઓફ ઈન્ડિયા CAAને લઈને સુપ્રીમ કોર્ટમાં કેમ ગઈ? શું મુસ્લિમ લીગ ઈચ્છે છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનના મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવે? મુસ્લિમ લીગ અને કેજરીવાલ જેવા નેતાઓ CAAને લઈને ભ્રમણા ફેલાવી રહ્યા છે.
पुरानी याद….. pic.twitter.com/fFrpGMV6Fv
— SYED JAFAR (@SyedZps) March 18, 2024
ભારતના મુસ્લિમો આઝાદી પછી સુરક્ષિત છે
જાફરે પોસ્ટમાં આગળ લખ્યું કે વાસ્તવિકતા એ છે કે આ કાયદો ભારતીય મુસ્લિમોને કોઈ નુકસાન પહોંચાડવાનો નથી. મુસ્લિમ લીગ ઓફ ઈન્ડિયા અનુસાર, શું પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમો પર જુલમ છે? અને જો તેઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે તો ભારતની મુસ્લિમ લીગે વિચારવું જોઈએ કે મુસ્લિમ દેશોના નામે બનેલા દેશોમાં જ મુસ્લિમો પર અત્યાચાર કેમ થાય છે. જો મુસ્લિમ દેશોમાં મુસલમાનો પર અત્યાચાર થાય છે તો સવાલ ત્યાંની મુસ્લિમ સરકારો પર ઉઠાવવો જોઈએ અને ભારત સરકાર પર નહીં? મુસ્લિમ દેશોમાં મુસ્લિમો પર અત્યાચાર ગુજારવાના કિસ્સામાં મુસ્લિમ લીગે 57 દેશોના બનેલા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) પાસે મુસ્લિમોના હિતમાં ન્યાયની માગણી કરવી જોઈએ. આઝાદીથી લઈને આજ સુધી ભારતીય મુસ્લિમો ભારતમાં સુરક્ષિત છે. ભારતીય મુસ્લિમો તેમના દેશની ધરતી સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઉભા છે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આ દેશની સાથે ઉભા છે. મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં CAA પર પ્રશ્નો ઉઠાવીને ભારતીય મુસ્લિમોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ બંધ કરવો જોઈએ.