May 20, 2024

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 3 પોક્સોના બનાવ

મિહિર સોની, અમદાવાદ: રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. પૂર્વ વિસ્તાર માં છેલ્લા 10 દિવસમાં 3 પોક્સોના બનાવ સામે આવ્યા છે. જેમાં 2 કિસ્સામાં પાડોશી આરોપી હોવાનુ સામે આવી રહ્યું છે. આવો જ એક કિસ્સો વટવા વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં આધેડ પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી. જેમાં પોલીસે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ નો બનાવ સામે આવ્યો છે. જેમા વટવામાં રહેતા 50 વર્ષીય આધેડ પાડોશમાં રહેતી સગીરા સાથે ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો. સગીરાને અચાનક પેટમાં દુઃખાવો થતાં મેડીકલ તપાસમાં સામે આવ્યું કે સગીરાને પેટમાં અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. પરિવારે સગીરાને પૂછતા પાડોશમાં રહેતા આધેડે ધમકી સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે સગીરાના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે.

સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે ધરપકડ કરી છે. જેણે 3 વખત સગીરા સાથે શારિરીક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. આધેડને દિવસમાં બે વખત જમવાનું આપવા જતી સગીરાને જ આધેડ પોતાની હવસનો શિકાર બનાવી હતી..જોકે સગીરા ની ફરિયાદ બાદ પોલીસે ગર્ભના ડીએનએ પરિક્ષણની તપાસ શરુ કરી છે. જેથી આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા મળી શકે અને આરોપીને કડક સજા પણ થાય..

મહત્વનું છે કે થોડા દિવસ પેહલા પણ અમરાઈવાડીમાં એક પાડોશીએ સગીરા સાથે છેડતી કરી હતી. વૃદ્ધે એકલતાનો લાભ લઈને સગીરા સાથે શારીરિક અડપલાં કરતા પાડોશીએ સગીરાના માતા પિતાને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. વૃદ્ધનો ભાંડો ફૂટી જતા વૃદ્ધ ઇન્દિરા બ્રિજ પાસે આત્મહત્યા કરવા દોડી ગયો અને ત્યાંથી પોતાની પત્નીને વીડીયો કોલ કરીને જાણ કરી હતી. જે અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ રામોલમાં પિતાએ પુત્રી સાથે જ છેડતી કરી હતી અને જેને લઈ પિતાની ધરપકડ થઈ હતી. સવાલ એ છે કે પ્રકારની ઘટનાઓ કેમ વધી રહી છે? કેમ સગીરા સાથે વારંવાર આ પ્રકારની ઘટના વધી રહી છે..