December 25, 2024

લાખો-કરોડોનું નુકસાન છતાં કંપનીઓએ BJPને દાન આપ્યું: સંજય સિંહ

અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સત્તાધારી દળ BJPને લઈને મોટો દાવો કર્યો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે, BJPએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો. ચૂંટણી બોન્ડના નામ પર ગડબડ કરી. જે કંપનીઓ પહેલેથી નુકસાનમાં ચાલી રહી છે. તેમણે લાખોનું દાન કર્યું. સુપ્રીમ કોર્ટના કારણે ગડબડ સામે આવી છે. આથી હું સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. 33 કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન થયું છે. તેમ છતાં તેમણે BJPને 450 કરોડ રૂપિયાનું દાન આપ્યું. એક કંપનીએ પોતાના નફાના 93 ટકા દાન આપ્યું. 6 કંપનીઓએ BJPને600 કરોડનું દાન આપ્યું. જ્યારે દાન આપનાર 17 કંપનીઓએ 0 ટેક્સ આપ્યો છે.

BJPએ કર્યો લાખોનો ઘોટાળો
સંજય સિંહે કહ્યું કે, ભાજપાના ભ્રષ્ટાચાર શોધવામાં હવે કેટલાક નવા તથ્યો સામે આવ્યા છે. BJP ખુબ જ સુંદર રીતે પડદાની પાછળ રહીને લાખો કરોડોની ગડબડ કરી રહી છે. ઈલેક્ટોરલ બોન્ડના નામ પર આ ગોટાળો થયો. આપના સાંસદે કહ્યું કે, લાખો કરોડોની ટેક્સની છૂટ આપીને કંપનીઓને કરોડોનું ટેન્ડર આપવામાં આવે છે.

આ પણ વાંચો: મહેબૂબા મુફ્તીનો ગુલામ નબી આઝાદ સાથે સીધો મુકાબલો

એયરટેલનું 200 કરોડનું દાન
સંજય સિંહે વધુમાં કહ્યું કે. એરટેલે 200 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. કંપનીને 77 કરોડનું નુકસાન થયું છે. આ સાથે કંપનીને 8000 કરોડની ટેક્સમાં છૂટ મળી છે. તો બીજી તરફ 130 કરોડના નુકસાનવાળી કંપની DLFને 20 કરોડની ટેક્સની છૂટ મળી. આ કંપનીએ BJPને 25 કરોડનું દાન આપ્યું. તો બીજી તરફ ધારીવાલે 115 કરોડના બોન્ડ ખરીદ્યા. જેમાંથી 25 કરોડ BJPને આપ્યા. આ કંપની 299 કરોડના નુકસાનમાં ચાલી રહી છે.

આ કંપનીએ નુકસાનીમાં આપ્યુ દાન
ડેવલપર્સે રૂ. 20 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. ભાજપને 10 કરોડ આપ્યા. તેને 1550 કરોડનું નુકસાન થયું હતું. 4.7 કરોડની કરમુક્તિ મળી છે. તે જ સમયે શરદ રેડ્ડીની કંપનીએ 15 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા અને ભાજપને કરોડો આપ્યા. આ કંપનીને 7 વર્ષમાં 28 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 7 કરોડ 20 લાખની ટેક્સ છૂટ મળી છે. સંજય સિંહે કહ્યું, હવે ED, CBI ક્યાં છે? આ પેપર આધારિત કંપની ખોટમાં હોવા છતાં ભાજપને દાન આપી રહી છે. 2017માં ચૂંટણી પંચનો નિયમ હતો કે જો કોઈ કંપનીએ છેલ્લા 3 વર્ષમાં નફો કર્યો હોય તો તે તેના માત્ર 7 ટકા જ પાર્ટીઓને દાન કરી શકે છે. મતલબ કે ખોટ કરતી કંપની દાન કરી શકતી નથી. કાગળ પર કંપની બનાવીને દાન આપી શકાતું નથી.

અમારા કેસમાં ગામા પહેલવાન બની જાય છે.
સંજય સિંહે વધુમાં કહ્યું કે, અમારા કેસમાં ED, CBI ગામા પહેલવાન બનીને ફરે છે. અને જ સંસ્થાઓ BJPના કેસમાં કંઈ નથી કરી રહ્યા. એ લોકો ગજની બની જાય છે. તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું કહેવામાં આવે તો સામે જવાબ મળે છે તમે કોર્ટમાં જાઓ. દેશની સૌથી ભ્રષ્ટતમ પાર્ટી BJP છે.