May 6, 2024

સીએમ દ્વારા સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બે દિવસીય રમતગમત સ્પર્ધાનો પ્રારંભ

સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી બે દિવસીય ઇન્ટર સ્કૂલ રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદીના સૂત્ર – ‘ખેલેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા, ઔર આગે બધેગા ઈન્ડિયા’ સાથે આંતરશાળા રમતગમત સ્પર્ધાનું આયોજન કરવા બદલ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનની પ્રશંસા કરી હતી. આ બે દિવસીય કમત-ગમત સ્પર્ધામાં 6 જેટલી રમતોમાં 18000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભાગ લેનાર વિદ્યાર્થી ખેલાડીઓને સંબોધન કરતાં કહ્યું કે આટલી મોટા પાયે સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીએ માત્ર બીજાને હરાવવાનું લક્ષ્ય રાખવાને બદલે જીતવા માટે રમવું જોઈએ.

સીએમએ માહિતી આપતા કહ્યું કે 2036માં ગુજરાતમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યાર બાદ કાર્યક્રમમાં અર્જુન એવોર્ડ મેળવનાર પદ્મશ્રી ગીત સેઠી અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યાં હતા. તેમણે કહ્યું કે રમતગમત પ્રત્યે જુસ્સા ઘરાવતા દરેક વિદ્યાર્થીઓ-એથ્લેટને પ્રગતિ માટે પ્રયત્ત્નશીલ રહેવું જોઇએ. ગીત સેઠીએ વિદ્યાર્થીઓને સખત મહેનત કરીને તેમની પ્રતિભાવોનો લાભ લેવા વિનંતી કરી હતી. આ મુદ્દે ભાર આપતા કહ્યું કે ઘણીવાર વ્યક્તિની ક્ષમતાઓનું પ્રદર્શન ન કરવાથી પરિણામ મળતું નથી. નોંધનીય છે કે આ બે દિવસીય રમતગમત સ્પર્ધા દરમિયાન અંદાજે 1800 વિદ્યાર્થીઓએ 6 રમતોમાં ભાગ લીધો હતો. ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ સ્પર્ધાના ઉદ્ઘાટનમાં પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનના જીગર શાહ અને વિવેક કપાસી, 21 થી વધુ શાળાના આચાર્યો, શિક્ષકો, કોચ અને વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યા હતા.