December 19, 2024

ક્રોમ લાવ્યું જબરદસ્ત ફીચર! તમે વાંચીને ખુશ થઈ જશો

Chrome brings amazing feature 2024 in india!

ફાઇલ તસવીર

અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકો Google ના વેબ બ્રાઉઝર ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે એવી માહિતી લઈને આવ્યા છીએ કે જેને સાંભળીને તમે ખુશ થઈ જશો. જોકે મહત્વની વાત એ છે કે Google પોતાના તમામ માધ્યમમાં અપટેડ્સ લાવતું રહે છે.

એક જ ટેપથી કરી શકશો
મોટા ભાગના લોકો આજે ક્રોમનો ઉપયોગ કરે છે. જેના કારણે વપરાશકર્તાની પસંદ એવી રીતે જ બની રહે તે માટે સતત અપડેટ્સ આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત નવું અપડેટ્સ સામે આવ્યું છે. જેમાં દૈનિક મુલાકાત લેવાયેલી વેબસાઇટને તમે એપ તરીકે ફેરવી શકો છો. તમે તેને ટેબમાંથી એપમાં બદલી શકો છો. જેના માટે તમારે એપને ડાઉનલોડ કરવાની જરૂર નથી. થોડા જ સમયમાં યુઝર્સને ડેસ્કટોપ એપ તરીકે કોઈપણ વેબસાઈટ ઈન્સ્ટોલ કરવાની સુવિધા આપવામાં આવશે.

સિંગલ ક્લિક પર ખુલશે
હવે જે નવું અપડેટ્સ આવવાનું છે તેના કારણે આખી વેબસાઈટ સિંગલ ક્લિક પર ખુલશે. તમારૂ કામ એક ક્લિકથી જ થઈ જશે. જેના કારણે તમારે બ્રાઉઝર ટેબ્સની મુલાકાત લેવાની કોઈ જરૂર નથી. તમે જેવા એન્ટર થશો તમને એપ આઈકોન પર ક્લિક કરવાથી વેબસાઈટ તેની પોતાની અલગ વિન્ડોમાં આપોઆપ ખુલશે. જેના કારણે તમે તમારે વેબસાઇટની મુલાકાત લેવાની નહીં રહે તમને ઉપરથી જ એપ મળી રહેશે.

ક્રોમ કેનેરી ઇન્સ્ટોલ કરો
સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે Chrome Canary ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેની લીંક chrome://flags/#web-app-universal-install છે. તમને જણાવી દઈએ કે, આ ખાસ ફીચર ક્રોમ કેનરી (ક્રોમ 124નું પ્રારંભિક વર્ઝન) પર ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે.