November 18, 2024

શાહના આંગણે ચિરાગ પાસવાન, મુલાકાતમાં થઈ આ વાત

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વચ્ચે ચિરાગ પાસવાન અને જેપી નડ્ડાની બેઠક દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મળી હતી. બેઠક પુર્ણ થયા બાદ ચિરાગ પાસવાને કહ્યું કે હું બિહારની સ્થિતિને લઈને ચિંતિત છું, તેથી જ હું અહીં આવ્યો છું.  આ સૌની વચ્ચે હવે રાજકારણમાં  ભારે ખળભળાટ મચી ગયો છે. ચિરાગ પાસવાને અમિત શાહને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.

ફાયદો ઉઠાવવાનો પૂરો પ્રયાસ
બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નીતિશ કુમારે પીએમ મોદીના વખાણ કર્યા ત્યારથી બિહારના રાજકારણમાં ઉથલપાથલની ચર્ચાઓ જોર પકડ્યું હતું. તો બીજી બાજૂ આ તમામ રાજકીય ગરમાવાના કારણે ભાજપ પોતાનો ફાયદો ઉઠવવાની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાનની બેઠક યોજાઈ હતી.

આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’

રાજ્યની સ્થિતિને લઈને ચિંતા
જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને અમિત શાહને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. ચિરાગ પાસવાને કહ્યું કે બિહારમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ખુબ જરૂરી છે. આજે હું આ મુદ્દે અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યો હતો. મેં રાજ્યને લગતી તમામ મારી ચિંતાઓ તેમની સમક્ષ મૂકી છે. તેઓએ મને આ વિશે ખાતરી આપી છે. છેલ્લા 4 દિવસથી બિહારના સીએમ નીતિશ કુમાર ભાજપ સાથે ગઠબંધન કરે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર નીતિશ કુમાર આજે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. લોકજન શક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની બેઠકના ઘણા અર્થો જોડવામાં આવી રહ્યા છે. બીજી તરફ, આરજેડી ધારાસભ્યો બિહારમાં રાબડી દેવીના ઘરે પહોંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

ભાજપ સાથે મળીને સરકાર
નીતિશે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાના પ્રયાસો તેજ કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ NDAને સમર્થન આપી શકે છે. જેના કારણે નીતિશ કુમારે તેમના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા હોવાનું જણાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે નીતિશની સાથે કોંગ્રેસના તૂટેલા ધારાસભ્યો પણ NDAમાં જોડાઈ શકે છે. એનડીએ ગઠબંધનને કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સમર્થન મળી શકવાની પુરી સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.

આ પણ વાચો: PM મોદીએ શેર કરી લક્ષદ્વીપ પ્રવાસની અદભુત તસવીરો