May 21, 2024

યુપીમાં થઈ ‘INDIA’ની વહેંચણી, કોંગ્રેસ લડશે 11 લોકસભા બેઠકો પર ચૂંટણી

લોકસભા 2024ની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશમાં INDIA ગઠબંધનમાં સીટની વહેંચણીની સમજૂતી કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોને લઈને ડીલ ફાઈનલ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે.

અખિલેશ યાદવે આપી માહિતી
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ એક્સ (ટ્વીટર) પર પોસ્ટ કરી હતી. જેમાં યાદવે લખ્યું- કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ‘INDIA’ ટીમની રણનીતિ ઇતિહાસ બદલી જશે. સાથે જ તેમણે ‘PDA’ની રણનીતિ ની સાથેની પણ વાત કરી હતી. આ પહેલા તારીખ 17 જાન્યુઆરી 2024ના દિલ્હીમાં ગઠબંધન સહયોગી કોંગ્રેસ અને સપા વચ્ચે બેઠકની વહેંચણી કરવા બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે માહિતી આપતા કહ્યું હતું કે સપા સાથે બીજી બેઠક થવાની છે. જો વાત ન બને તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અથવા મલ્લિકાર્જુન ખડગે અખિલેશ યાદવ સાથે વાત કરશે. દરેક બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાચો: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપી શકે છે રાજીનામું

કોણ હતા હાજર
બેઠકો અંગેની આ બેઠકોમાં કોંગ્રેસ વતી પ્રદેશ અધ્યક્ષ અજય રાય, સલમાન ખુર્શીદ, આરાધના મિશ્રાએ હાજરી આપી હતી. જ્યારે સપા તરફથી રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન અને ઉદયવીર સિંહે હાજરી આપી હતી. એક માહિતી અનુસાર દરેક સીટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક સીટમાં તેની જીતની તમામ શક્યતાઓ તપાસવામાં આવી હતી. કોગ્રેસ અને સપા વચ્ચે ત્રણ રાઉન્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કોંગ્રેસ 25 સીટોની માંગ કરી રહી હતી. જો કે 11 બેઠકો પર વાતચીતને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં કોંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા સીટ છે.

આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’

છેલ્લી ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન

2009: કોંગ્રેસે 69 બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી તેમની 21 સીટ પર જીત થઈ હતી. એ વર્ષની ચૂંટણીમાં સપાએ 75 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો પર જીત થઈ હતી.

2014: કોંગ્રેસ 67 સીટો પર લડી હતી બાદમાં ખાલી 2 સીટો જીતી શકી. બસપાએ 80 બેઠકો પર ચૂંટણી લડી હતી અને એક પણ બેઠક જીતી શકી નહોતી.

2019: SP-BSPનું ગઠબંધન થયું હતું. કોંગ્રેસે 67 બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર રાયબરેલી જીતી શકી હતી.